ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશના હસ્તે ચાણસ્મા સિવિલ કોર્ટના નવીન સંકુલનો શિલાન્યાસ સમારોહ યોજાયો - patan Chief District and Sessions Judge

ચાણસ્મા શહેરમાં આવેલા સિવિલ કોર્ટ સંકુલની સામેના પ્રાંગણમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કુ.નિપાબેન રાવલના હસ્તે નવીન સિવિલ કોર્ટનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

patan
ચાણસ્મા

By

Published : Oct 18, 2020, 7:14 PM IST

  • ચાણસ્મા સિવિલ કોર્ટના નવીન સંકુલનો શિલાન્યાસ સમારોહ યોજાયો
  • મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કુ.નિપાબેન રાવલના હસ્તે
  • સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશે સરકારી વિભાગોનો આભાર વ્યક્ત કર્યો

પાટણ: જિલ્લાના ચાણસ્મા શહેરમાં આવેલા સિવિલ કોર્ટ સંકુલની સામેના પ્રાંગણમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કુ.નિપાબેન રાવલના હસ્તે નવીન સિવિલ કોર્ટના શિલાન્યાસનો સમારોહ સંપન્ન થયો હતો. પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે ફાળવવામાં આવેલી 6.076 ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નવીન કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. ઈ.સ. 1917માં નિર્માણ પામેલ ચાણસ્મા સિવિલ કોર્ટનું સંકુલ જર્જરીત થઈ જતાં પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી 6.076 ચો.મી. જગ્યામાં અંદાજીત રૂપિયા 06,63 કરોડના ખર્ચે ઈન્ટરનલ રોડ, રેઈન વૉટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, પાર્કિંગ, કમ્પાઉન્ડ વૉલ, ફાયર ફાઈટીંગ, પમ્પ રૂમ તથા સ્ટેઈર કેબીન જેવી આધુનિક સવલતો સાથે બે માળના બિલ્ડિંગનું 2256.83 ચો.મી. બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશના હસ્તે ચાણસ્મા સિવિલ કોર્ટના નવીન સંકુલનો શિલાન્યાસ સમારોહ યોજાયો

103 વર્ષથી વધુ જૂનું સિવિલ કોર્ટ

આ શિલાન્યાસ સમારોહનું ઉદ્ઘાટન કરતા મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કુ.નિપાબેન રાવલે જણાવ્યું કે, ચાણસ્મા અદાલતનો ઈતિહાસ ઘણો જૂનો છે. 103 વર્ષ કરતાં વધુ જૂનું સિવિલ કોર્ટ બિલ્ડિંગ અહીંના સાચા અને ઝડપી ન્યાયનું સાક્ષી રહેલું છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને રાજ્ય સરકાર છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળી રહે તે માટે શ્રેષ્ઠ આયોજન કર્યું છે. સરકારના તમામ વિભાગોથી લઈ સામાન્ય નાગરીકોના સહયોગથી અહીં નિર્માણ પામનાર નવા કોર્ટ બિલ્ડિંગમાં સાચો અને ત્વરિત ન્યાય મળશે.

મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશના હસ્તે ચાણસ્મા સિવિલ કોર્ટના નવીન સંકુલનો શિલાન્યાસ સમારોહ યોજાયો

ચાણસ્મા ન્યાયાધીશ અર્જૂન સિંઘે સરકારી વિભાગોનો આભાર વ્યક્ત કર્યો

ચાણસ્મા સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ અર્જૂન સિંઘે સ્વાગત પ્રવચન કરી ચાણસ્મા કોર્ટના નવીન બિલ્ડિંગના નિર્માણ માટે નવીન કોર્ટના બાંધકામ માટે જમીનની દરખાસ્તથી લઈ મંજૂરી પ્રક્રિયા માટે સહયોગ આપનાર પૂર્વ ન્યાયાધિશો, બાર એસોશિએશન તથા સરકારી વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details