Patan Bull Fight: આખલાયુદ્ધની અણધારી આફત, રાહદારીઓના પેટમાં ફૈડકો પડ્યો પાટણ: ગુજરાતમાં આતંકી આખલાનો ત્રાસ વધી રહ્યો છે. જેના કારણએ જનતા પરેશાન જોવા મળી રહી છે. ફરી વાર પાટણમાંબે આંખલાઓ બાખડતા જોવા મળ્યા હતા. રેલવે ગરનાળા પાસે બે આંખલાઓ બાખડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તોફાને ચડેલા આખલાઓને લઈને અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં દોડધામ નાસ ભાગ મચી હતી. કેટલાક વાહનચાલકોએ પોતાનો જે બચાવવા માટે અન્ય માર્ગો પર વાહનો દોડાવી મૂક્યા હતા.
વ્યક્તિઓના મોત:સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચિંદો બન્યો છે. શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો Patan News : મેણો ચડતાં ટપોટપ ઢળી પડ્યાં 35 ઘેટાં, પાટણના કયા ગામમાં બની ઘટના જૂઓ
કામગીરી હાથ ધરવામાં આવી:નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને મોહલ્લા પોળો તેમજ સોસાયટી વિસ્તારમાં રસ્તે રખડતી ગાયો અને આખલાઓને પાંજરે પુરવા માટે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને લઈને છાશવારે શહેરના મુખ્ય માર્ગો ઉપર આખલાઓના મલ્લ યુદ્ધ નગરજનોને જોવા મળે છે. આખલા વચ્ચેના યુદ્ધ સર્જાતા જે તે વિસ્તારોમાં અફરાતફડી નો માહોલ જોવા મળે છે. શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી કલાનગર સોસાયટી તરફ જવાના માર્ગ ઉપર આવેલ લાવણ્ય સોસાયટી પાસે બે આખલાઓ વચ્ચે મલ્લ યુદ્ધ ખેલાયું હતું. જેને લઈને આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ ભયભીત થઈ ગયા હતા. વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. તો કેટલાક વાહન ચાલકોએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો.
આ પણ વાંચો Patan Museum : મ્યુઝીયમની મુલાકાત લેતા મન મોહી જાય, ઈતિહાસ સાથે ઘટનાઓ લાઈવ નિહાળીને લોકો અભિભૂત
ચિંતાનો વિષય બની: પાટણ શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. જેથી વૃદ્ધોને એકલા બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રખડતા ઢોરની અડફેટે કેટલાય ઇજાગ્રસ્ત બની પથારીવશ થયા છે. દર્દથી પીડાઈ રહ્યા છે. તો બીજી તરફ નાના બાળકોના માતા-પિતામાં પણ રખડતા પશુઓને લઈને ભય જોવા મળી રહ્યો છે. જાહેર માર્ગ ઉપર આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે પુરપાટ વેગે દોડતા વાહનમાં મોટી બ્રેક લાગી હતી.
આંખલાઓ છૂટા:આ લડાઈને કારણેરાહદારીઓ અને વાહન ચાલકોના જીવ પડી કે બંધાયા હતા. જોકે થોડા સમય બાદ બંને આંખલાઓ છૂટા પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે પાટણમાં અવારનવાર આ પ્રકારે ના દ્રશ્યો સર્જાય છે. તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા શહેરીજનો માટે આ સમસ્યા ચિંતાનો વિષય બની છે.