● ભાજપના આગેવાનો. કાર્યકરોએ Dr. Shyamaprasad mukherjee ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
● જિલ્લાના 260 બૂથો ઉપર પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા
● 400 વૃક્ષો વાવી ડોક્ટર મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ
પાટણઃ 'એક દેશમાં દો વિધાન,દો નિશાન,દો પ્રદાન નહીં ચલેગાના નારા'ને સમગ્ર દેશમાં બુલંદ બનાવનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનુ (Dr. Shyamaprasad mukherjee) 23 જૂન 1953ના રોજ નિધન થયું હતુ.આ દિવસને(BJP) ભારતીય જનતા પાર્ટી દ્વારા બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે બુધવારે શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (Patan BJP) દ્વારા જિલ્લાના 260 બૂથો ઉપર શ્યામાપ્રસાદ મુખર્જીને (Dr. Shyamaprasad mukherjee) પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણ કરવાના કાર્યક્રમો યોજાયા હતાં.જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ વિવિધ બૂથો ઉપર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા 400થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Tribute: મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આનંદ સરોવરમાં જિલ્લા ભાજપ પ્રમુખે પુષ્પાંજલિ અર્પણ કરી દેશી જાતના વૃક્ષો વાવ્યાં
Tribute: પાટણમાં BJP દ્વારા Dr. Shyamaprasad mukherjee ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના (Dr. Shyamaprasad mukherjee) બલિદાન દિન નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લામાં (Patan BJP) ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા વિવિધ બૂથ મંડળ ઉપર પુષ્પાંજલિ કાર્યક્રમ અને વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં.
પાટણ શહેરના આનંદ સરોવર ખાતે જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના (Patan BJP) આગેવાનો કાર્યકરોએ શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને (Dr. Shyamaprasad mukherjee) શ્યામાપ્રસાદ મુખર્જીના માર્ગે ચાલવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. તો સાથે જ અહીં સપ્તપદી,આસોપાલવ, લીમડા સહિતના દેશી જાતિના વૃક્ષોનું વાવેતર કરી શ્યામા પ્રસાદના બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નેહરૂના કારણે શ્યામાપ્રસાદ મુખર્જીના હત્યાકાંડની તપાસ થઈ શકી નહીં: જે.પી. નડ્ડા