- પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઓડિયો થયો વાઈરલ
- સાંતલપુર તાલુકાના ભાજપના કાર્યકર અને સાંસદની વાતચીતનો ઓડિયો થયો વાઇરલ
- ઓક્સિજન વગર વડાપ્રધાનના વતનમાં માણસો મરે છે
- મુખ્યપ્રધાન ઓક્સિજન આપી શક્યા ?કોઈનાથી કઈ થાય તેમ નથી: સાંસદ
પાટણઃજિલ્લાના સાંતલપુર તાલુકાના ભાજપના લાલજી પટેલ નામના કાર્યકરે પાટણના સાંસદ ભરત ડાભી સાથે ટેલિફોનિક વાતચીત કરી વિસ્તારમા કોરોના મહામારીનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કાર્યકરે જણાવ્યું હતું કે, સાંતલપુર પંથકમાં કોરોનાથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, ઓક્સિજન કે યોગ્ય સારવાર મળતી નથી, પ્રજા દયનીય સ્થિતિમાં મૂકાઈ છે, કાર્યકરો પ્રજા સમક્ષ જાય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે.
આ પણ વાંચોઃ ઓડિયો ક્લિપ વાઇરલ મુદ્દોઃ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કહ્યું- હું પોલીસ ફરિયાદ કરીશ
કથિત ઓડિયો ક્લિપ વાયરલ
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં કાર્યકર બોલી રહ્યા છે કે, સાંસદ તરીકે તમારે આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ આ મહામારીમાં પણ સતત લોકો વચ્ચે રહેતા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. કાર્યકરના પ્રશ્નના જવાબમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વતન વડનગરમાં પણ ઓક્સિજન વગર લોકો ટપોટપ મરી રહ્યા છે, હોસ્પિટલમાં જાઓ એટલે મોત મળે છે.