- પાટણમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી
- શહેરમાં એક સપ્તાહ સુધી જનજાગૃતિનો કાર્યક્રમો યોજાશે
- એક સપ્તાહ બાદ જે લોકો માસ્ક નહિ પહેરે તેની સામે દંડકીય કાર્યવાહી કરાશે
પાટણઃકોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરોતોળાઈ (Corona variant Omicron ) રહ્યો છે. ત્યારે શુક્રવારે પાટણમાં વહીવટીતંત્ર (Administration in Patan )દ્વારા લોકો ફરજિયાત પણે માસ્કનો ઉપયોગ (Masks and social distance)કરે અને જાગૃતિ કેળવાય તે માટે માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓએ વેપારીઓ, રાહદારીઓ અને નગરજનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન (Masks and social distance )કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ અને સોસીયલ ડિસ્ટન્સ જળવાયએ જરૂરી
વિશ્વના વિવિધ દેશોમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.ઓમિક્રોન વાયરસ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગે(Department of State Health) સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી છે. કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ અને સોસીયલ ડિસ્ટન્સ જળવાયએ જરૂરી છે. ત્યારે પાટણમા માસ્ક પહેરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતેથી માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી સચિન કુમારની આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓએ રાહદારીઓ,વાહનચાલકો અને દુકાનદારોને સતર્ક રહેવા અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.