કપાસના ભાવ ગગડતા ખેડૂતોમાં નારાજગી પાટણ :દિવાળીના મીની વેકેશન બાદ પાટણ માર્કેટયાર્ડમાં ચહલપહલ શરૂ થઈ છે. ઉપરાંત માર્કેટયાર્ડમાં વિવિધ જણસી અને ખેત ઉપજની આવક શરૂ થતા પાટણ APMC ધમધમતું જોવા મળી રહ્યું છે. જોકે, કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 150 રૂપિયાનો ઘટાડો હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલમાં માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવક થઈ રહી છે.
માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમ્યું : પાટણ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવા ગંજ બજાર માર્કેટયાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે. હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો મોલ માર્કેટયાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. પાટણ માર્કેટયાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના મોલનું ખરીદ-વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મીની વેકેશન બાદ પાટણ માર્કેટયાર્ડ ધમધમ્યું કપાસના ભાવમાં ગાબડું : ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગત વર્ષે ખેડૂતોને કપાસના 1600 થી 1750 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને 1450 થી 1500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. હાલમાં માર્કેટયાર્ડ ખાતે કપાસની રોજની 20 થી 25 ગાડીની આવક થઈ રહી છે.
ખેડૂતોમાં નારાજગી :પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે. પરંતુ કપાસના ભાવ તળિયે ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ગત વર્ષે કપાસના ભાવ હતા એના કરતાં પણ ચાલુ વર્ષે 150 રૂપિયાનો ભાવ ઘટયો છે. જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. જો કપાસનો 1500 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે.
- Diwali 2023: પાટણમાં જરુરિયાતમંદ પરિવારોમાં લાયન્સ અને લીયો કલબ દ્વારા દિવાળીને લગતી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું
- Patan News : પાટણના ગોરધનભાઈ ઠક્કરનો અનોખો સેવાયજ્ઞ, દરિદ્રનારાયણોની સેવા કરી ઉજવે છે તહેવાર