ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan APMC Election: માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય, કુલ 106 મત મળ્યા - ભુપેન્દ્ર પટેલ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત મતદાર મંડળના 10 ડિરેક્ટરો માટે મતદાન કરાયું હતું. મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. કુલ 35 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજે મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે.

પાટણ APMCની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય
પાટણ APMCની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 7:55 PM IST

Updated : Sep 6, 2023, 12:16 PM IST

ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય

પાટણઃ APMCના 10 ડિરેક્ટરોની ચૂંટણીની મત ગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ હતી. મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા સૌ આગેવાનો, કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વિજેતાઓ એને કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરાવ્યા, ફટાકડા ફોડ્યા અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

108 મતદાતાઓએ મતદાન કર્યુઃ પાટણ માર્કેટ કમિટિના 3 વિભાગોના કુલ 16 ડિરેક્ટરો માટેની સામાન્ય ચૂંટણી અંતર્ગત અગાઉ 2 વિભાગોના કુલ 6 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત 10 ઉમેદવારોની પેનલ ઉપરાંત એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. જેથી 10 બેઠકો સામે 11 ઉમેદવારો ઊભા હોઈ ચૂંટણી યોજવામાં આવી હતી. એપીએમસીમાં વહીવટી ભવન ખાતે સોમવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ખેડૂત વિભાગના કુલ 305 માન્ય મતદારો પૈકી 108 મતદારોએ મતદાન કર્યું હતું .મતદાન માટે માર્કેટ કમિટીની ઓફિસ ખાતે મતદાન મથક ઉભુ કરાયું હતું. સાંજ સુધીમાં 108 જેટલા મતદારોએ મતદાન કરતા 35.40 ટકા મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા નિયમ મુજબ મત પેઢીઓને સીલ કરી સ્ટ્રોંગ મૂકવામાં આવી હતી.

રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉમેદવારોની પસંદગી એવી કરી કે જેના પરિણામે પાટણ એપીએમસીમાં ખેડૂત વિભાગની પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આગામી સમયમાં વેપારીઓ, ખેડૂતો અને પાટણની પ્રજા માટે એપીએમસી સંસ્થા દ્વારા જે મદદ કરવાની થશે તે કરવા આ તમામ ચૂંટાયેલા સદસ્યો તત્પર છે...કે.સી.પટેલ( ડિરેકટર APMC, પાટણ )

106 મતથી ભાજપ પેનલનો વિજયઃ મંગળવારે સવારે 9:00 કલાકે Apmc હોલ ખાતે જિલ્લા રજિસ્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એન. ઝાલાની ઉપસ્થિતિમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ ખેડૂત પેનલના ચૌધરી વેલાભાઈ, ઠાકોર શિવાજી, પટેલ કિરીટકુમાર, પટેલ નરેશભાઈ, પટેલ ભરતભાઈ, પટેલ મોહનભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર, પટેલ વિઠ્ઠલભાઈ, પટેલ સંજય કુમાર અને રબારી મફાભાઈ સહિત તમામ 10 ઉમેદવારોને 106 મત મળ્યા હતા. જ્યારે બે મત રદ બાતલ થયા હતા. જ્યારે હરીફ ઉમેદવાર પટેલ દિનેશભાઈ કાશીરામને એક પણ વોટ ન મળતા ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો હતો.

  1. Election of APMC : એપીએમસીની ચૂંટણી ઈવીએમથી કરવા સહિત સહકારી ક્ષેત્રમાં સુધારાઓને લઇ જગદીશ વિશ્વકર્માની મહત્ત્વની વાત
  2. નસવાડી એપીએમસી ચૂંટણીમાં સહકાર પેનલના પંદર ઉમેદવારનો વિજય
Last Updated : Sep 6, 2023, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details