ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની અગ્રવાલ હોસ્પિટલને આરોગ્ય ક્ષેત્રનું સર્વોત્તમ NABH પ્રમાણપત્ર મળ્યું - Patan Health Oriented Service

છેલ્લા 28 વર્ષથી આરોગ્યને લગતી અવ્વલ તથા સર્વોત્તમ સેવાઓ (NABH Certificate )પુરી પાડતી પાટણ શહેરની અગ્રવાલ હોસ્પીટલને તાજેતરમાં જ NABH બોર્ડ દિલ્હી દ્વારા સર્વોત્તમ આરોગ્ય સેવાઓ અને સારવાર પુરી પાડવા બદલ આ બાબતનું ગૌરવમય તથા ઉચ્ચત્તમ પ્રમાણપત્ર NABH (Full Accreditation) એનાયત કરવામાં આવેલ છે.

પાટણની અગ્રવાલ હોસ્પિટલને આરોગ્ય ક્ષેત્રનું સર્વોત્તમ NABH પ્રમાણપત્ર મળ્યું
પાટણની અગ્રવાલ હોસ્પિટલને આરોગ્ય ક્ષેત્રનું સર્વોત્તમ NABH પ્રમાણપત્ર મળ્યું

By

Published : Jul 22, 2022, 5:37 PM IST

પાટણઃશહેરમાં આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડતી નામાંકિત અગ્રવાલ હોસ્પિટલને (Patan Aggarwal Hospital )તાજેતરમાં ભારત સરકારના NABH બોર્ડ દ્વારા ફુલ એક્રેડિટેશન નપ્રમાણપત્ર (NABH Certificate)એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર મેળવનાર અગ્રવાલ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ હોસ્પિટલ બની છે.

પાટણની અગ્રવાલ હોસ્પિટલ

હોસ્પિટલને મળ્યું NABH ફુલ એક્રેડેશન પ્રમાણપત્ર -NABH નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ દિલ્હી દ્વારા દર્દીઓની ગુણવત્તા સભર સલામતી તથા સુરક્ષા સભર સર્વોત્તમ આરોગ્ય સેવાઓ અને સારવાર પૂરી પાડવા બદલ પાટણની અગ્રવાલ હોસ્પિટલને તાજેતરમાં NABH એક્રેડિટેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે જે અંગે પત્રકારોને માહિતી આપતા હોસ્પિટલના ડોક્ટર અતુલ અગ્રવાલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં છેલ્લા 28 વર્ષથી આરોગ્યને લગતી સર્વોત્તમ સેવાઓ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃCBSE 12th Result: CBSE ધોરણ 12નું પરિણામ જાહેર

હોસ્પિટલોને આરોગ્યની ગુણવત્તા સભર -ભારત સરકારના IRDAI સંસ્થાએ મેડીક્લેમ સારવાર માટે તથા આયુષ્યમાન ભારત જેવી યોજના સાથે જોડાયેલ ભારતની તમામ હોસ્પિટલોને આરોગ્યની ગુણવત્તા સભર સેવાઓ અંગેનું આ પ્રમાણપત્ર લેવા માટેની ભલામણ કરેલી છે. 50 કે તેથી ઓછી પથારી ધરાવતી હોસ્પિટલની કેટેગરીમાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતની 13 તથા ઉત્તર ગુજરાતની એકમાત્ર અગ્રવાલ હોસ્પિટલને આ પ્રમાણપત્ર મળ્યું છે.

હોસ્પિટલની મુલાકાત લીધા બાદ આપ્યું પ્રમાણપત્ર -આ પ્રમાણપત્ર મેળવવા માટે બોર્ડ દ્વારા 100 સ્ટાન્ડરસ અને 651 જેટલા ચોક્કસ ધારા ધોરણો અને માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જેનું પાલન કરવાનું હોય છે. આ સર્ટિફિકેટ માટે દરેક હોસ્પિટલોને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. જેમાં હોસ્પિટલ દ્વારા પૂરા પાડવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની બોર્ડના નિષ્ણાત તબીબો અને સભ્યની ટીમ દ્વારા ખરાઈ કર્યા બાદ હોસ્પિટલનું રૂબરૂ નિરીક્ષણ અને પરીક્ષણ તબક્કાવાર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃDoctors on strike: ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ડોક્ટરો હડતાલ પર

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું -અગ્રવાલ હોસ્પિટલમાં પણ દિલ્હીથી આવેલ ટીમે બે દિવસ રોકાઈને હોસ્પિટલના તમામ વિભાગો, મેડિકલ અને અન્ય રેકોર્ડનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું.જેમાં દર્દીઓની સાર સંભાળ, સુવિધા, સલામતી ચેપનિયંત્રણ, દવાઓનું સંચાલન, બેક્ટેરિયા મુક્ત મોડ્યુલર ઓપરેશન થિયેટર,ઓપરેશનના સાધનો જંતુમુક્ત કરવા આધુનિક CSSD વિભાગ સહિતનું નિરીક્ષણ કર્યા બાદ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અગ્રવાલ હોસ્પિટલમાં આવનારા દિવસોમાં દર્દીઓને ગુણવત્તા સભર ઉપભ ભરી સહાનુભૂતિ પૂર્વકની તથા અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે કટિબંધતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details