ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ડમ્પરની ટક્કરે માસુમનું કરૂણ મોત - પાટણ સમાચાર

પાટણ: શહેરના નવજીવન ચાર રસ્તા નજીક વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક પર સવાર મહિલા અને બે વર્ષનું બાળક નીચે પટકાતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

etv bharat
ડમ્પરની ટકકરે માસુમનું કરૂણ મોત

By

Published : Nov 29, 2019, 7:17 PM IST

પાટણમાં ડમ્પરની ટકકરે બાઈક પર સવાર અઢી વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેરમાં આવેલ નવજીવન ચારરસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઈક પર પરત ફરી રહેલા દિયર, ભાભી અને મહિલાના અઢી વર્ષના બાળકને અકસ્માત નડ્યો હતો.

ડમ્પરની ટકકરે માસુમનું કરૂણ મોત

ઘટનામાં ડમ્પર ચાલકની લાપરવાહીના કારણે બાઈકને પાછળથી ટક્કર મારતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details