પાટણ : રાધનપુર વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 7 વ્યક્તિઓના મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઈ હતી. જોકે, અકસ્માત સર્જાતા બનાવ સ્થળ પર ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. પરતું, એક શખ્સે ધટના સ્થળેથી પોલીસ અને આરટીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. રાધનપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં કંડમ વાહનો પાસિંગ કરતાં ડબલ પ્રવાસીઓ બેસાડી ફેરા કરે છે. પોલીસ અને આરટીઓ આવા વાહન ચાલકો પાસેથી હપ્તાઓ લે છે. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી દોડતા આવતા વાહનોના પાર્સિંગ અને ફિટનેસની ચકાસણી કરવી જોઈએ તેવો સૂર ઉઠ્યો હતો. કેટલાકે અકસ્માત સ્થળેથી જ આ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ કર્યો છે.
સ્થાનિકે તંત્ર સામે રોષ ઠાલવ્યો :રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દર્દનાક ઘટના અંગે અહીંના એક સ્થાનિક શખ્સે તંત્રની હપ્તાખોરી સામે જણાવ્યું હતું કે, પોલીસ અને આરટીઓની મહેરબાનીથી વાહનચાલકો ઘેટા બકરાની જેમ પોતાના વાહનોમાં પ્રવાસીઓ ભરતા હોય છે. આ જીપ વર્ષ 1998ના મોડલની હતી. વાહનનું પ્રવાસી પાસીંગ હોય છે. તેના કરતાં ત્રણ ગણા પ્રવાસી ભરાતા હોય છે. પોલીસ હપ્તા ખાવા માટે લોકોની જિંદગી સાથે ખીલવાડ કરે છે.
આ પણ વાંચો :Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ