ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Accident: પાટણના બાસ્પા રોડ ઉપર ટ્રક અને કારના અકસ્માતમાં એકનું મોત - ટ્રક અને કારના અકસ્માતમાં એકનું મોત

પાટણમાં આવેલા બાસ્પા રોડ ઉપર ટ્રક અને (Patan Accident) કારના અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસને જાણ થતાની સાથે જ ધટના સ્થળે આવી પહોંચી ને મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Patan Accident: બાસ્પા રોડ ઉપર ટ્રક અને કારના અકસ્માતમાં એકનું મોત
Patan Accident: બાસ્પા રોડ ઉપર ટ્રક અને કારના અકસ્માતમાં એકનું મોત

By

Published : Feb 4, 2023, 2:17 PM IST

પાટણ:રાધનપુર સમી હાઇવે ઉપર આજે સવારના સુમારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પશુઓની હડફેટે:પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતા પશુઓની હડફેટે કેટલાય વાહનચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો કેટલાક કિસ્સાઓમાં કેટલીક વ્યક્તિઓના મોત પણ થયા છે ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના આજે હારીજ સમી હાઈવે રોડ ઉપર બનવા પામી છે .ભાભરથી મહેસાણા તરફ પોતાની ટોયોટા કાર નમ્બર Gj8 cc 8608 લઈને જઈ રહેલા ઠક્કર રાજુભાઈ વરાણા બાસ્પા રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર અચાનક ભેંસ આવી જતા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી ટોયોટા કાર સાથે ભટકાઈ હતી.

Patan Accident: પાટણના બાસ્પા રોડ ઉપર ટ્રક અને કારના અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો Patan Accident: પાક વેચીને પરત આવતા ખેડૂતનો અકસ્માત, 2નાં મોત પણ પોલીસે પૈસા પરત કર્યા

મોત નિપજ્યું:જેમાં કાર ટ્રકના આગળના ભાગે ઘુસી જતા ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે કારચાલકને બહાર કાઢ્યો હતો. હાઈવે રોડ ઉપર અકસ્માતની ઘટનાની જાણ થતા સમી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ મળશે હોસ્પિટલમાં ખસેડી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો બીમારીને અકસ્માતમાં ખપાવી વિમા કંપની પાસેથી ખંખેર્યા લાખો રૂપિયા, થઈ પોલીસ ફરિયાદ

સર્જાયો અકસ્માત:રાજ્યમાં પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી વાહનચાલકોને જાગૃતિ લાવવાના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ નક્કર કામગીરીના ભાવે અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે હાઇવે પર પેટ્રોલિંગ કરતી ટ્રાફિક પોલીસે પુર ઝડપે પસાર થતા વાહનચાલકો પર લગામ જોઈએ ટ્રાફિક પોલીસને પીડ ગન જેવા વાહનો પણ ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં વાહનચાલકો ભીડ નિયંત્રણના બદલે બેફામ બની દોડતા હોય છે. આવા વાહનચાલકોને રોકી ત્વરિત તજ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થઈ શકે. પાટણ જિલ્લા પોલીસને પણ સ્પીડ નિયંત્રણ વાહન ફાળવવામાં આવ્યું છે. તેમ છતાં હાઇવે માર્ગો ઉપર વાહન ચાલકો બેફામ દોડતા હોય છે. જેને કારણે અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે.

ABOUT THE AUTHOR

...view details