પાટણ : શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક રોડ વચ્ચે અચાનક રખડતું પશુ આવી જતા બાઈક સાથે ટકરાતા બાઈક ચાલક રોડ ઉપર અટકાતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. યુવાનના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ છે. સાથે જ તંત્રની રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
હાઇકોર્ટના આદેશની અવગણના : સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધીશો તેમજ ગ્રામપંચાયતો પર કોઈ અસર ન હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચીદો બન્યો છે.
આ પણ વાંચો Stray Cattle Issue: આખલાએ આવરદા છીનવી, ઘરમાં ઘુસીને તાંડવ કરતા વૃદ્ધાનું મૃત્યુ
વારંવાર બની રહ્યાં છે આવા બનાવ : પાટણ શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત પણ થયા છે. થોડા દિવસો પહેલા અઘાર ગામે રખડતા પશુઓએ બે મહિલાઓને હડફેટે લેતા તેમના મોત થયા હતા. તો રાધનપુરમાં રખડતો આખલો વૃદ્ધ મહિલા ના ઘરમાં ઘૂસી જઈ અફરાત પડી મચાવી વૃદ્ધાને ઈજાઓ પહોંચાડી હતી જે વૃદ્ધ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક પ્રખરતા પશુએ આસપાસ યુવાનને મોતના મુખમાં ધકેલ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.