શહેરના ગરીબ બાળકોએ કર્યુ પ્રીમિયમ રેસ્ટોરાનું ઉદ્ધઘાટન પાટણઃ કોઈ રેસ્ટોરા, મોલ કે શોરુમનું ઉદ્દઘાટન થાય ત્યારે સામાન્ય રીતે સેલેબ્સ, પોલિટિકલ લીડર કે સોશિયલી ફેમસ પર્સનાલિટીને બોલાવામાં આવે છે. પાટણમાં ધી સિક્રેટ કિચન નામક રેસ્ટોરાએ નવતર અભિગમ સાથે પોતાનું રેસ્ટોરા શરુ કર્યુ છે. આ રેસ્ટોરાનું ઉદ્દઘાટન શહેરના સ્લમ એરિયામાં રહેતા ગરીબ બાળકોએ કર્યુ છે.
નવતર અભિગમઃગરીબ બાળકો પ્રીમિયમ લેવલની રેસ્ટોરામાં પેટ ભરીને જમે તે આશયથી આજે આ ધી સિક્રેટ કિચન રેસ્ટોરામાં બાળકોને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. માત્ર ભોજન જ કરાવવામાં આવ્યું એટલું નહીં આ બાળકોએ આ રેસ્ટોરાનું ઉદ્દઘાટન પણ કર્યુ હતું. રેસ્ટોરા તરફથી મળેલા માન સન્માન અને હાઈ ક્વોલિટી ફૂડ જોઈને બાળકોના ચહેરા પર અનોખી ચમક આવી હતી. પોતાના બાળકોની આટલી સરભરા જોઈને તેમના માતા પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. અનોખા પ્રકારના આ ઉદ્દઘાટનમાં શહેરના અનેક મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેસ્ટોરાના ઉદ્દઘાટનના માનવીય અભિગમને સૌ પ્રશંસી રહ્યા છે.
રેસ્ટોરામાં બાળકોએ કર્યુ ભરપેટ ભોજન હંગર ફ્રી પાટણઃ શહેરમાં વસતા ગરીબ અને શ્રમજીવી બાળકોને ભરપેટ ભોજન મળી રહે તે માટે રોબિનહૂડ આર્મી કાર્યરત છે. આ સંસ્થા દેશના 400થી વધુ શહેરોમાં ગરીબો અને લાચાર બાળકોને ભરપેટ ભોજન પુરુ પાડે છે. આ સંસ્થા દ્વારા હંગર ફ્રી પાટણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હવેથી પાટણના ગરીબ બાળકોને પણ ભોજન મળી રહેશે. આ અભિયાનમાં ધી સિક્રેટ કિચને પણ ઉત્સાહથી ભાગ લીધો છે. આ રેસ્ટોરા દ્વારા દર અઠવાડિયે એક વાર 50થી 80 ગરીબ બાળકોને ભોજન પૂરુ પાડવાની નેમ જાહેર કરવામાં આવી છે.
પાટણમાં શરુ થયેલ ધ સિક્રેટ કિચન રેસ્ટોરા દ્વારા અઠવાડિયામાં એક દિવસ શ્રમજીવી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવશે. રોબિન હુડ આર્મી રેસ્ટોરાના વધેલ ભોજનને જે તે શહેરના શ્રમજીવી વિસ્તારના લોકોને ઘરે બેઠા વિતરણ કરી કરી રહ્યું છે. પાટણમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પ્રવૃત્તિ થઈ આવી રહી છે. જેનો વ્યાપ વધારવા તેમજ દરેક જરૂરિયાત મંદોને ભરપેટ ભોજન મળી રહે તે માટે પાટણમાં ચાલતી અન્ય રેસ્ટોરન્ટના સંચાલકો પણ રોબિન હુડ આર્મીના સભ્યોને સહયોગ આપવા અનુરોધ કરુ છું...આનલ કોટક(શેફ અને ઓનર, ધી સિક્રેટ કિચન)
- Rajkot News : રાજકોટમાં 3 ટન અનાજનું મેળવ્યું દાન, સ્વાતંત્ર્ય પર્વ 2023ની ઉજવણી માટે જરુરિયાતમંદોને વિતરણ
- Surat Police: પોલીસે બાળકો પર વરસાવ્યો પ્રેમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું કર્યું વિતરણ