ગુજરાત

gujarat

ETV Bharat / state

Panther in Patan : પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ - પાટણમાં દિપડા દેખાણાં

સરસ્વતી તાલુકાના સરીયદ ગામે શુક્રવારે દીપડા(Deepada in Sariyad Village) દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર, પોલીસ કર્મચારીઓ તેમજ વનવિભાગની ટીમ(Forest Department Team) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને(Panther in Patan) પકડવા માટે પાંજરું મૂકી કવાયત હાથ ધરી છે.

Panther in Patan : પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ
Panther in Patan : પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ

By

Published : Jan 15, 2022, 9:36 AM IST

પાટણઃ પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ દિપડા દેખાય દેતા લોકોમાં ફફડાટ(Deepada in Sariyad Village) ફેલાયો છે. ત્યારે આ ધટના અંગેની જાણ વનવિભાગને(Forest Department Team) થતા દિપડાને પાંજરે પુરવા માટે વનવિભાગની ટીમ તાત્કાલિક સરિયદ ગામે દોડી આવી હતી. તેમજ પાંજરૂ મુકી દીપડાને(Panther in Patan) પકડવાની કવાયત હાથ ધરી હતી.

ટીમો અને દીપડા વચ્ચે સંતાકૂકડીની રમત

પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા

મોડી રાત સુધી ટીમો અને દીપડા વચ્ચે સંતાકૂકડીની રમત રમાઈ હતી. દીપડાને પકડવા માટે પાટણ હારીજ અને ચાણસ્મા વન વિભાગની ટીમોની(Teams from Chanasma Forest Department) સાથે સાથે પોલીસ અને ગામ લોકો પણ જોડાયા છે. તો સરસ્વતી તાલુકા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે દીપડાને પકડવા અંગેની ચર્ચાઓ કરી હતી.

દીપડાએ કોઈ જાનહાની પહોંચાડી નથી : વન અધિકારી

પાટણ જિલ્લા વન અધિકારી બીએમ પટેલએ જણાવ્યું હતું કે, દીપડા(Panther in Patan) દ્વારા હજુ સુધી કોઈ જાનહાનિ પહોંચાડવામાં આવી નથી. દીપડાને ઝડપી લેવા માટેના તમામ પ્રયત્નો હાલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ નવસારીના સરૈયાથી અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો

આ પણ વાંચોઃ પાલીતાણાના ભંડારિયા ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી

ABOUT THE AUTHOR

...view details