પાટણ:પ્રાચીન નગરી પાટણ (ancient city of patan)માં અનેક સંતો-મહંતોના આસ્થાના કેન્દ્ર સમાન સ્થાનકો આવેલા છે, જે વર્ષોથી નગરજનો માટે શ્રદ્ધાના કેન્દ્ર બન્યા છે. આવી જ એક અઘોરી બાવાના અખાડાની જગ્યામાં આવેલી પંચમુખી હનુમાન(Panchmukhi Hanuman Patan) ગુરુગાદી સદીઓ બાદ પણ તેની આધ્યાત્મિકતાને કારણે આજે પણ પાટણ સહિત પંથકના લોકો માટે શક્તિ, ભક્તિ અને સાધનાનું કેન્દ્ર બની છે.
ગુરુગાદી સદીઓ બાદ પણ તેની આધ્યાત્મિકતાને કારણે લોકોની આસ્થાનું કેન્દ્ર 700 વર્ષ પૂર્વે આ સૂમસામ જગ્યા માનવ-વસ્તી વિહોણી હતી-પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તાર (verai chakla patan)માં આવેલી અઘોરી બાવાના અખાડાની જગ્યામાં પંચમુખી હનુમાન ગુરુગાદી (Panchmukhi Hanuman Gurugadi) આજે પણ લોકોમાં ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે. આ મંદિરના ઈતિહાસ ઉપર એક નજર કરીએ તો આજથી અંદાજે 700 વર્ષ પૂર્વે આ સૂમસામ જગ્યા માનવ-વસ્તી વિહોણી હતી અને લોકોની અવરજવર પણ નહિવત હતી. તેવા સમયે અઘોરી પંથના તપસ્વી હરન્યાલ ગીરી મહારાજ આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા અને તેઓએ આ નિર્જન જગ્યા ઉપર અલખની ધૂણી ધખાવી જ્વાલાદેવીથી જ્યોત લાવી અહીં અખંડ ધૂણો પ્રજ્વલિત કરી સાધના અને ભક્તિમાં લીન બન્યા હતા.
તપસ્વીઓએ આ ગાદી ઉપર બિરાજમાન થઈ અઘોર પંથને આગળ ધપાવી તપસ્યાઓ કરી હતી. આ પણ વાંચો:Hanuman Jayanti 2022: હનુમાનજીએ ચરણોની નીચે કોની શિખા અને શા માટે પકડી છે, જાણો ઈતિહાસ
અઘોર પંથના અનેક તપસ્વીઓએ તપસ્યા કરી- ઘણા વર્ષો સુધી આ પવિત્ર જગ્યા ઉપર ઘોર તપશ્ચર્યા કર્યા બાદ તેઓએ આ સ્થળે જીવિત સમાધિ લીધી હતી. ત્યારબાદ અઘોર પંથ (aghor panth in patan)ના અનેક તપસ્વીઓએ આ ગાદી ઉપર બિરાજમાન થઈ અઘોર પંથને આગળ ધપાવી તપસ્યાઓ કરી હતી. આ ગાદી ઉપર અત્યાર સુધીમાં 11 અઘોરીઓ (aghori in patan)એ તપસ્યા કરી શ્રદ્ધાળુઓના દુઃખ-દર્દ હર્યા છે. જેમાં હરન્યાલગીરી, પુરણગીરી, ન્યાલગીરી, ફૂલગીરી, સ્વરૂપગીરી, રામગીરી, હનુમાનગીરી, સરસ્વતી ગીરી, શંકરગિરી, કાશીગીરી અને છેલ્લે નર્મદાગીરી મહારાજ 10 વર્ષની નાની ઉંમરે જ ગાદીપતિ બન્યા હતા.
પાટણ શહેર સહિત પંથકમાં પંચમુખી હનુમાન દાદાનું એક જ મંદિર નર્મદાગીરી મહારાજની અંતિમયાત્રા શહેરમાં નીકાળવામાં આવી હતી-તેઓ પોતાની આધ્યાત્મિક શક્તિની સુવાસ ચારેય બાજુ પ્રસરાવી 113 વર્ષની ઉંમરે તારીખ 3 ફેબ્રુઆરી 2008ના રોજ આ નશ્વરદેહનો ત્યાગ કરી પરમાત્મામાં લીન થયા હતા. 24 ફેબ્રુઆરી 2008ના રોજ નર્મદાગીરી મહારાજ (Narmadagiri Maharaj Patan)ની અંતિમયાત્રા શહેરમાં નીકળી હતી, જેમાં હજારો ભક્તોએ અશ્રુભીની આંખે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. ત્યારબાદ 25 ફેબ્રુઆરી 2008ને સોમવારે સવારે તેઓને મંદિર ખાતે સમાધિ આપવામાં આવી હતી. આજે તેઓ હયાત ન હોવા છતાં અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને તેઓની હયાતીનો અહેસાસ થાય છે.
આ પણ વાંચો:Hanuman Jayanti 2022: ગુજરાતમાં અવ્યવસ્થા ઉભી કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે
દર્શન માટે મંદિરમાં લાઈનો લાગી-પાટણ શહેર સહિત પંથકમાં પંચમુખી હનુમાન દાદાનું એક જ મંદિર હોવાથી આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. આજે શનિવાર અને હનુમાન જયંતિ (hanuman jayanti 2022)નો જોગાનુજોગ સમય થતાં મંદિર ખાતે સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને દર્શન માટે મંદિરમાં લાઈનો લાગી હતી. શ્રદ્ધાળુઓએ પંચમુખી હનુમાનના દર્શન કર્યા હતા. સાથે સાથે આ પવિત્ર જગ્યા પર આવેલી અખંડ અઘોરી ધુણી અને નર્મદાગીરી મહારાજની ગુરૂગાદી તથા અનેક અઘોરી મહારાજની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બન્યા- હનુમાન જયંતિ નિમિત્તે મંદિર પરિસર ખાતે રામધૂન (Ramdhun In Patan) અને સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુકેશ નાયક અને અમિતા નાયકે સુંદરકાંડના પાઠની ધૂન કરાવતા શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બન્યા હતા. પાટણની પવિત્ર ભૂમિ ઉપર અઘોરી બાવાના અખાડા (aghori baba akhada patan)ની આ જગ્યા ઉપર આવેલું પંચમુખી હનુમાન મંદિર અદ્વિતીય છે. તો બીજી તરફ અહીં અઘોરી પંથના 11 તપસ્વીઓની સમાધિ પણ આવેલી છે, જે દર્શનાર્થે આવતા લોકોને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરાવે છે.