ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુરૂ તો આવા હોવા જોઈએ, પાટણમાં શિક્ષકે 28 બાળકોને દત્તક લીધા - Student

પાટણઃ આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે પાટણના એક શિક્ષકે 28 બોળકોને દત્તક લઈ તેમના શિક્ષણની જવાબદારી ઊઠાવી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

પાટણ

By

Published : Jul 16, 2019, 5:08 PM IST

પિતા પુત્ર કરતા પણ વિશેષ સંબંધ ગુરુ અને શિષ્યનો હોય છે. ખાસ કરીને, શિષ્ય ગુરુને દક્ષિણા આપે છે, પરંતુ પાટણ GIDC પાસે ખોડિયાર પરા પ્રાથમિક શાળાના શિક્ષક તુલસીભાઈએ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શાળામાં ધોરણ 1ના નામાંકન થયેલ 28 વિધાર્થીઓને દત્તક લઈ બાળકોને ગણવેશનું વિતરણ કર્યું હતું. સાથે જ આ બાળકો ધોરણ 8માં આવે ત્યા સુધી તેમની તમામ શૈક્ષણિક જવાબદારી ઉપાડી લઈ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સમાજમાં ઉત્તમ ઊદાહણ, પાટણના શિક્ષકે 28 બાળકોને શિક્ષણએ માટે દત્તક લીધા

એક શિક્ષક તરીકે બાળકો પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યુ છે. તુલસીભાઈના આ નિર્ણયથી શાળાના તમામ શિક્ષકો અને વાલીઓએ તેમના આ કાર્યની સરાહના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details