- યુવકનું ઓક્સિજન લેવલ ઘટી જતાં રસ્તામાં તબિયત બગડી
- સેવાભાવી યુવાનો દ્વારા ઓક્સિજનની કરાઈ વ્યવસ્થા
- વધુ સારવાર માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
પાટણ: રવિવારે સાંતલપુર તાલુકાના હિરાપુરા ગામના અરજણભાઈ ચૌધરી નામના કોરોનાગ્રસ્ત યુવાનને લઈને તેના પરિવારજનો પાટણ આવ્યા હતા. જ્યાં દર્દીને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના ચક્કર કાપી રહ્યા હતા. તેવા સમયે પારેવા સર્કલ પાસે આ યુવાનનું ઓક્સિજન લેવલ એકાએક ઘટી જતાં તેને નજીકમાં આવેલા એક વૃક્ષ નીચે સુવડાવીને મદદ માટે પરિવારજનો દોડાદોડી કરવા લાગ્યા હતા. પાટણના કેટલાક મીડિયાકર્મીઓએ પણ મદદ કરી હતી. આ દરમિયાન પેરામેડિકલ ટીમ અને હોલી એલિક્ઝર ડોનર ટીમના સભ્યો વિલાજ પાર્ટી પ્લોટમાંથી ઓક્સિજન સિલિન્ડર લઈને આવી પહોંચ્યા હતા અને યુવકને ઓક્સિજન આપીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.