ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રોટરી ક્લબની મદદથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર કાયમી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો - ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા રોટરી કલબ ઓફ પાટણ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટરના કાયમી પ્રોજેકટનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહનું આયોજન એસ. કે. બ્લડ બેન્ક ખાતે કરવામાં આવ્યું હતું.

પાટણમાં રોટરી ક્લબની મદદથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર કાયમી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
પાટણમાં રોટરી ક્લબની મદદથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર કાયમી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

By

Published : May 29, 2021, 2:17 PM IST

  • સુરતમાં કોરોનાના દર્દીઓની સેવા માટે રોટરી ક્લબે આપ્યા ઓક્સિજન કોન્સન્ટ્રેટર
  • ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટરના કાયમી પ્રોજેક્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
  • રોટરી ક્લબે ડાયનેમિક ફાઉન્ડેશનના સહયોગથી 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ઉપલબ્ધ કરાવ્યા

પાટણઃ વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓની મદદ કરવા અનેક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટરના કાયમી પ્રોજેક્ટનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહનું આયોજન એસ. કે. બ્લડ બેન્ક ખાતે કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબે ડાયનેમિક ફાઉન્ડેશનના સહયોગથી 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ઉપલબ્ધ કરાવ્યા હતા.

રોટરી ક્લબે ડાયનેમિક ફાઉન્ડેશનના સહયોગથી 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ઉપલબ્ધ કરાવ્યા

આ પણ વાંચો-જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 51 ટ્રેન 8 રાજ્યોમાં મોકલાઈ

જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન દરે આ મશીનની સેવા પૂરી પાડવામાં આવશે

કોરોનાના દર્દીઓને સમયસર અને ઘરે બેઠા ઓક્સિજનની સુવિધા મળી રહે તે માટે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા અમદાવાદની ડાયનેમિકક ફાઉન્ડેશનના સહયોગથી 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટર અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે આ કાયમી પ્રોજેક્ટનું આજે એસ. કે. બ્લડ બેન્ક ખાતે પ્રમુખ રણછોડ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટરના કાયમી પ્રોજેક્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

આ પણ વાંચો-સુરત ઓક્સિજન એક્સપ્રેસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે ઓક્સિજન

25 ગામના સરપંચોને પલ્સ ઓક્સીમીટર નિઃશુલ્ક અપાયા

ડાયનેમિક ફાઉન્ડેશનના બી. કે. પટેલ દ્વારા 2 લાખ રૂપિયાની માતબર રકમના દાનથી 5 મશીન સેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 25 જેટલા પલ્સ ઓકસીમીટર પણ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે માત્ર 100 રૂપિયાના ટોકન દરે ઓક્સિજનની જરૂરિયાતવાળા વ્યકિતઓને આ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેકટના ઉદ્ધાટન બાદ પાટણ નજીકના 25 જેટલા ગામના સરપંચોને ગ્રામજનો માટે પલ્સ ઓક્સીમીટર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details