ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પોસ્ટ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સેવા શરૂ કરાઈ

પોસ્ટલ વિભાગ દ્વારા પોસ્ટને લગતી ઝડપી સેવાઓ લોકો સુધી પહોંચાડવા નવતર અભિગમ શરૂ કર્યો છે. પાટણ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવી છે.

પાટણ પોસ્ટ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સેવા શરૂ કરાઈ
પાટણ પોસ્ટ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સેવા શરૂ કરાઈ

By

Published : Jul 31, 2020, 6:54 PM IST

પાટણ: ભારતના પોસ્ટલ વિભાગ દ્વારા રાજ્ય અને જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસોમાં તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ કાર્યરત કરવામાં આવી છે. જેમાં પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી ઓવર નાઈટ પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પાર્સલ સુવિધા પાટણથી અમદાવાદ સુધીની શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને કોઈપણ પાર્સલ મોકલવા માટે આ સુવિધાથી મોટો લાભ થશે. આ પાર્સલ સેવા એક શહેરમાંથી બીજા શહેરમાં ૨૪ કલાકમાં મળી જશે.

પાટણ પોસ્ટ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સેવા શરૂ કરાઈ
પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓવરનાઈટ પાર્સલ સુવિધ માં ગ્રાહક 500 ગ્રામ વજનનું પાર્સલ 19 રૂપિયામાં અને ચાર કિલો વજનનું પાર્સલ 131 રૂપિયામાં મોકલી શકશે. કોરોના મહામારીને કારણે ટ્રાન્સપોર્ટેશનની સેવા ઓછી થઈ છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાથી ગ્રાહકોને મોટો લાભ થશે.
પાટણ પોસ્ટ દ્વારા ઓવર નાઈટ પાર્સલ સેવા શરૂ કરાઈ

ABOUT THE AUTHOR

...view details