પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ - Patan ST Depot
કોરોના મહામારીને પગલે લદાયેલાં લૉકડાઉનમાં સમગ્ર રાજ્યની સાથે પાટણ એસ.ટી.ડેપો દ્વારા પણ એસટી બસોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ તબક્કાવાર એસટી બસોના રુટ શરૂ કરી દેવાયાં છે.એસટી બસ સંચાલનના પ્રથમ ચરણમાં લાંબા રૂટની બસોનું શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યું હતું.હવે લોક ડાઉન પહેલાં ચલાવાતાં 17 રુટની નિયમિત બસો હતી તે પણ શરુ કરી દેવામાં આવી છે.

પાટણ એસ.ટી.ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ
પાટણઃ પાટણ એસ.ટી.ડેપો દ્વારા લોક ડાઉન બાદ તબક્કાવાર વિવિધ રૂટોની બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ રોકાણ કરતી 17 શિડયૂલની બસ ચાલુ કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી અવરજવર કરતા મુસાફરોને સરળતા રહેશે.
પાટણ ST ડેપો દ્વારા રાત્રિરોકાણ બસ સેવા શરૂ કરાઈ