ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ-2 માટે પત્રકાર પરીષદ યોજાઇ - press conference of the Brahman Samaj

પાટણ: આગામી વર્ષના જાન્યુઆરી માસમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ખાતે ત્રિદિવસીય મેગા બિઝનેસ સમિટ-2 અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2 અંગેની માહિતી આપવા માટે પાટણમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ બિઝનેસ સમિટમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી.

બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ
બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ

By

Published : Dec 26, 2019, 5:33 PM IST

સમાજના વિકાસથી રાષ્ટ્રના વિકાસ કરવાની નેમ સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાલજ ખાતે ત્રી મંદિર ખાતે આગામી 3, 4 અને 5 જાન્યુઆરી તેમ ત્રણ દિવસીય મેગા બિઝનેસ સમિટ 2 તેમજ બ્રહ્મ ગૌરવ એવોર્ડ યોજાશે. ત્રણ લાખ પચાસ હજાર ચોરસ મીટરની જગ્યામાં આ કાર્યક્રમ યોજાશે.

બ્રહ્મ સમાજની પત્રકાર પરીષદ યોજાઇ

આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે 3 જાન્યુઆરીના રોજ સવારે ધર્મસભા યોજાશે, ત્યારબાદ બપોરે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનો આ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરશે, ત્યારે બીજા દિવસે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહેશે.

બિઝનેસ સમિટના છેલ્લા દિવસે અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર 600 બ્રાહ્મણોને એવોર્ડ અને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવશે. આ ઉધોગ મેળામાં 2000 જેટલા ઉદ્યોગ સાહસિકોના 200 જેટલા ઉદ્યોગ સ્ટોલ ઉભા કરાશે. મેળામાં 10 હજારથી વધુ યુવા યુવતીઓને રોજગારી આપવાનો અંદાજ છે.

બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત આ ઉદ્યોગ મેળામાં ત્રણ લાખથી વધુ બ્રહ્મ પરિવારો મુલાકાત લેશે, ત્યારે રોજગારીની સાથે સાથે મનોરંજન બાર જ્યોતિર્લીંગ અને નવ દુર્ગાની શક્તિપીઠોની સ્થાપના કરાશે. બ્રહ્મ ગૌરવ એવોર્ડમાં હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 3 અને 4 જાન્યુઆરીના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ABOUT THE AUTHOR

...view details