પાટણ નાગરપાલિકા પર વિપક્ષ નેતાનો ગંભીર આરોપ પાટણ: પાટણ શહેરમાં ભાજપ શાસીત નગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા પશુઓ પકડી ઢોર ડબ્બે પુરવામાં આવે છે. પકડેલા મુંગા પશુઓને સરકારી યોજના હેઠળ નગરપાલિકા દ્વારા ઘાસચારો પૂરો પાડવામાં આવે છે. જો કે નગરપાલિકા દ્વારા છુટક ઘાસચારાનો વેપાર કરતા ફેરીચાઓ અને શાકભાજીના ધંધાર્થીઓ પાસે ધાક-ધમકી આપી હપ્તા ઉઘરાવે છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર ભરત ભાટીયાએ આક્ષેપ કર્યો છે. નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી નાના વેપારીઓ સાથે કરવામાં આવતી જોહુકમી તાત્કાલિક બંધ કરવા માંગણી કરી છે.
પાલિકાની જોહુકમી બંધ કરવા રજુઆત:નગરપાલિકા દ્વારા ધમકી આપી ઘાસચારો ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરી ભરત ભાટીચાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, 'પાટણ શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન ખૂબ જ વિક્રટ બન્યો છે તેમજ આજે રખડતા ઢોરોના હિસાબે પાટણ શહેરમાં અસંખ્ય લોદ્દો ઘાચલ થયા છે. ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. નગરપાલિકા ફકતને ફકત દેખાવપી રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરે છે પરંતુ રખડતા ઢોર પકડ્યા બાદ તેની સંપૂર્ણ કાળજી લેવાની જવાબદારી નગરપાલિકાની હોચ છે. ફક્ત ઢોર પકડીને સંતોષ માનતી આ નગરપાલિકા પદડાયેલા રખડતા ઢોર માટે કોઈપણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કરતી નથી.'
આ પણ વાંચોBribe Case: રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર, વોન્ટેડ જાહેર
નગરપાલિકા પર મોટો આરોપ:પકડાયેલા મૂંગા પશુઓ મોતને ભેટે છે પાટણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા હોવા છતાં આ રખડતા ઢોર માટે ક્રોઈપણ ઘાસચારાની વ્યવસ્થા નથી કરતી. તેના નિભાવ માટે પાટણ શહેરમાં જે ગેરકાયદે ઘાસનું વેચાણ કરતા ફેરિયાઓ અને પાટણ શહેરમાં ખૂબ મહેનત કરીને શાકભાજી વેચતા પટણી સમાજના ભાઈઓ-બહેનો પાસે જોહુકમીથી અને દાદાગીરીથી શાકભાજી અને ઘાસ નગરપાલિદાના સત્તાધીશો હપ્તાથી ઉઘરાવે છે.
આ પણ વાંચોPrimary Education: શિક્ષણ સમિતિની સામાન્યસભામાં પ્લેકાર્ડ સાથે વિપક્ષનો વિરોધ
વિપક્ષ નેતાનો આક્ષેપ પાયાવિહોણો:પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હપ્તા રૂપી ઘાસ અને શાકભાજી ઉઘરાવવામાં આવે છે તેઓ વિપક્ષના નેતાએ કરેલા આક્ષેપને નગરપાલિકાના શાસક સત્તાધારી પક્ષના ઉપપ્રમુખે પાયાવિહોણો અને વાહિયાત ગણાવી જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, 'પાટણ શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ગેરકાયદે રીતે થતા લીલા ઘાસચારાના વેચાણ માટે નગરપાલિકાએ અગાઉ એક ઠરાવ કરી પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ફરી આવો ઘાસચારો વેચવા માટે જાહેર માર્ગ ઉપર ઉભા થઈ જાય છે. જેથી નગરપાલિકાના સત્તાધીશોએ આવા ફેરિયાઓને અગાઉ પણ લેખિત અને મૌખિકમાં સૂચનાઓ આપી હતી. તેમ છતાં તેઓ પોતાના મનસ્વી રીતે માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ઘાસનું વેચાણ કરી રહ્યા છે. નગરપાલિકાના સત્તા દેશોએ આવા ફેરિયાઓનો લીલો ઘાસચારો નગરપાલિકાના વાહનમાં કબજે કર્યો હતો.'