ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની જનતા હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ - health news

જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણની જનતા હોસ્પિટલ દ્વારા ભારતની ટોચની ડાયાલીસીસ અને કિડની સંબંધિત આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડનાર નેફ્રોપ્લસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણ
પાટણ

By

Published : Jan 24, 2020, 1:08 AM IST

પાટણઃ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહેતી પાટણની જનતા હોસ્પિટલમાં અત્યાધુનિક વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. જયાં મધ્યમવર્ગના દર્દીઓને નજીવાદરે આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે, ત્યારે આ હોસ્પિટલમાં નેફ્રોપ્લસ ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ થયો છે. નેફ્રોપ્લસ ભારતના 20 રાજ્યો અને 118 શહેરોમાં ફેલાયેલો છે અને 200 જેટલા સેન્ટરો ધરાવે છે ત્યારે, ઉત્તર ગુજરાતના પાટણમાં નેફ્રોપ્લસના આ ડાયાલીસીસ સેન્ટરમાં કિડનીના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવશે.

પાટણની જનતા હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ

ખાસ કરીને આ સેન્ટરમાં મા કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસ કરી આપવામાં આવશે. તેમજ અન્ય દર્દીઓને માત્ર 500 રૂપિયાના નજીવા દરે ડાયાલીસીસ કરી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details