ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ LCBના નવા બિલ્ડીંગનું રેન્જ IG એ કર્યુ લોકાર્પણ - opening

પાટણઃ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં કાર્યરત લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ અને લોકભાગીદારીથી રૂપિયા 35 લાખના ખર્ચે બનેલા અદ્યતન અને સુવિધાજનક નવા બિલ્ડીંગનું લોકાર્પણ કચ્છ ભુજ રેંજ IG ડી.બી.વાઘેલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

PATAN

By

Published : Jul 6, 2019, 3:11 AM IST

પાટણ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ કાર્યરત હતી પણ તે જર્જરિત થઈ જતા આ ઓફીસમા બેસીને કામ કરવુ પોલીસ કર્મચારીઓ માટે જોખમ રુપ હતુ. ત્યારે આ કચેરીને નવેસરથી બનાવવા માટે પોલીસ તંત્ર અને લોકભાગીદારીથી લોકલ ક્રાઇમ બ્રાન્ચનું નવીન ભવનનું નિર્માણ થતા તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

નવા નિર્વાણ પામેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ભવનને રેંજ IG વાઘેલાએ રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતુ. આ સાથે જ IG, LCB પોલીસની ગુના ડિટકશન કામગીરીની પ્રશંસા કરીને જણાવ્યું હતુ કે આ બિલ્ડીંગે લોજીસ્ટીકલી કામગીરી કરવાનો પ્રેરણાસ્રોત બની રહેશે.

પાટણ LCBના નવા બિલ્ડીંગનું રેન્જ IG એ કર્યુ લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details