ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

પાટણ શહેર સહિત જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને લઈને સ્થિતિ ગંભીર બની છે. વહીવટીતંત્ર દ્વારા વિવિધ વેપારી મંડળો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડોક્ટરો સહિત અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ સર્વાનુમત્તે પાટણ જિલ્લામાં મંગળવારથી સાત દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાની જાહેરાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. આ લોકડાઉનમાં સહયોગ આપવા લોકોને અપીલ કરી હતી.

By

Published : Apr 18, 2021, 2:13 PM IST

સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

  • પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું
  • જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારી મંડળો સાથે મીટિંગ કરી
  • 20 એપ્રિલથી એક સપ્તાહ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ


પાટણ :જિલ્લામાં મંગળવારથી સ્વૈચ્છિક લોકડાઉન અંગે જિલ્લા કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, પાટણમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કેસો પણ વધી રહ્યા છે. ત્યારે તેને રોકવા માટે લોકડાઉન અમલી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. જેના અનૂસંધાને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારી મંડળો સાથે તાકીદની મીટિંગ કરી હતી. જેમાં તે બધાએ પોતાનો પક્ષ મૂક્યો હતો. પાટણ જિલ્લામાં બંધ રાખવામાં આવે તો સંક્રમણ ઉપર કાબૂ મેળવી શકાશે.

આ પણ વાંચો : ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સુથારપાડા ગામમાં 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન

અતિ આવશ્યક કામ સિવાય બહાર ના નીકળવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી

જિલ્લામાં સ્વયંભૂ રીતે મંગળવારથી એક સપ્તાહ માટે સદંતર બંધ રાખીને કોરોના સંક્રમણની કમર તોડવામાં સફળ રહેવાશે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદીની સરળતા રહે તે હેતુથી રવિ અને સોમવાર બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. સ્વયંભૂ બંધ દરમિયાન જિલ્લાવાસીઓને અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર નહિ નીકળવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

આ પણ વાંચો : હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા

20 એપ્રિલથી એક સપ્તાહ સુધીનું લોકડાઉન જાહેર કરાયું


પાટણ જિલ્લામાં આગામી મંગળવારને 20 એપ્રિલથી એક સપ્તાહ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, પૂર્વનિર્ધારિત લગ્ન પ્રસંગને કોઈ અટકાવશે નહિ. પરંતુ સરકારની માર્ગદર્શિકા અને જાહેરનામા મુજબ પ્રસંગોમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કોઈપણ અડચણ વહીવટીતંત્ર તરફથી પડશે નહિ. પાટણ શહેરના વોર્ડ નંબર 4, 5 અને 11માં સંક્રમણ વધુ છે. તેવી જ રીતે 19 ગામોમાં સંક્રમણ વધુ હોવાથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ABOUT THE AUTHOR

...view details