ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા-પાટણ હાઇવે પરથી 9 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો - પાટણ

મહેસાણા-પાટણ હાઈવે પરથી પસાર થઇ રહેલી ગાડીને પાટણ એસ.ઓ.જી. પોલીસે ઉભી રાખી તલાશી લેતા 9 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે તેની ધરપકડ કરી અન્ય બે શખ્સો સામે ગુનો નોંધી કુલ રૂપિયા 2,03,470નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાટણના હાઇવે પરથી 9 કિલો ગાંજા સાથે એક ઝડપાયો
પાટણના હાઇવે પરથી 9 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

By

Published : Oct 10, 2020, 10:56 PM IST

પાટણઃ જિલ્લા સહિત રાજ્યમાં વધી ગયેલી નાર્કોટિક્સની બંધીને નાથી ગુજરાતને નશામુક્ત કરવા પોલીસ દ્વારા અભિયાન ચલાવી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ એસ.ઓ.જી. પોલીસ મહેસાણા-પાટણ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાડી નંબરમાં એક શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે.

પાટણ એલઆઈબી, પીઆઇ, એસઓજી, પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા હાઇવે માર્ગ પર વોચ ગોઠવી ગાડી આવતા તેની ઊભી રાખી તલાસી લેતા આરોપી ભટેસરિયા ભરત જેણાજી પાસેથી રૂપિયા 9,8470ની કિંમતનો 9 કિલો 847 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાડી, એક મોબાઇલ મળી કુલ રૂ 2,03,470નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા શેખ મુન્નાભાઈ તથા મકરાણી શાહરુખ ખાન ગુલામનબી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details