- કલ્યાણેશ્વરની પોળમાં બે મકાનો થયા ધરાશય
- જુના મકાનનું રીપેરીંગ કામ કરતા મકાન થયુ ધરાશયી
- કાટમાળ નીચે દટાયેલા વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ
પાટણ: શહેરનાં જુનાગંજ વિસ્તારમાં આવેલી કલ્યાણેશ્વરની પોળમાં રહેતા બંસીધર રેવાલાલ મહેતા જેઓ ગુરૂવારે સવારે પોતાના જુના મકાનનાં પ્રથમ માળે સાફસફાઈ સહિત મકાનનું જાતે રીપેરીંગ કામ કરતા હતા તે સમયે જર્જરીત થઈ ગયેલ મકાનનો સ્લેબ કાટમાળ સાથે અચાનક ધરાશાયી થઈ જતાં બંસીધર મહેતા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનીક રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે ફસાયેલા વૃદ્ધને મહામુસીબતે બહાર કાઢી તેઓને 108 મારફતે સારવાર અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.