● મણુંદ ગામમાં SOG પોલિસે ગાંજાના વેચાણનો કર્યો પર્દાફાશ
● 2.61 લાખના 26 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
પાટણ તાલુકાના મણુંદ ગામે 2.61 લાખના ગાંજા સાથે એક ઝડપાયો - crime news of patan
પાટણ તાલુકાના મણુંદ ગામે પોલીસે દરોડા પાડી એક શખ્સને રૂપિયા 2.61,300ની કિંમતના 26 કિલો 130 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
પાટણ તાલુકાના મણુંદ ગામે 2.61 લાખના ગાંજા સાથે એક ઝડપાયો
પાટણ : મણુંદ ગામમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે SOG અને બાલીસણા પોલીસની ટીમે સંયુક્ત રીતે ગાંજાનું વેચાણ કરી રહેલા અહેમદખાન હનીફખાનની ધરપકડ કરી હતી અને તપાસ કરતા તેની પાસેથી રૂપિયા 2,61,300ની કિંમતના 26 કિલો 130 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.