પાટણઃ શહેરની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સૌપ્રથમવાર ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી યુનિવર્સીટી દ્વારા 53 જેટલી પરીક્ષાઓ પૈકી બાકી રહેલ 6 પરીક્ષાઓ પણ આગામી 26 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. જોકે ઓનલાઇન પરીક્ષાથી અસંતોષ હોય અથવા બાકી રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હવે ઓફલાઈન પરીક્ષા યોજવાની પણ યુનિવર્સિટીએ તૈયારી બતાવી છે અને આગામી 13 ઓક્ટોબરથી આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
પાટણ યુનિવર્સિટી દ્વારા 13 ઓક્ટોબરથી ઓફલાઈન પરીક્ષા યોજાશે - 13th October
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા યોજવાની પહેલ કર્યા બાદ હવે કોરોના કાળમાં ઓફલાઈન પરીક્ષા પણ યોજવા જઇ રહી છે. સરકારની covid 19ની ગાઈડ લાઈન પ્રમાણે આગામી 13 ઓક્ટોબરથી ઓફલાઈન પરીક્ષા યોજાશે.
પાટણ યુનિવર્સિટી દ્વારા 13 ઓક્ટોબરથી ઓફલાઈન પરીક્ષા યોજાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષાના પરિણામોથી જે વિદ્યાર્થીઓને અસંતોષ હોય તેઓને એક તક આપવા માટે યુજીસીની ગાઇડલાઇન મુજબ ઓફલાઈન પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
માર્ચ-જૂન 2020ની તમામ પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરિક્ષા લેવામાં આવી છે. તો સ્નાતક કક્ષાની સેમિસ્ટર 2 અને 4ની પરીક્ષાના પરિણામો મેરીટ લીસ્ટ પદ્ધતિથી જાહેર કરવામાં આવ્યા છે.