11 જુલાઈને વિશ્વ વસતી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વસ્તી વધાર પર નિયંત્રણ માટે અનેક વિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામા આવે છે. પાટણ આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગની વિધાર્થીનીઓ એ પાટણ સિવિલ હોસ્પિટલ થી જન જાગૃતિના ભાગ રૂપે રેલી યોજી હતી.જે રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી વસતી વધારો સીમિત કરી શકાય તે માટેની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ અંગે લોકોને માહિતી પૂરી પાડી હતી.
વિશ્વ વસ્તી દિન નિમિત્તે જન જાગૃતિ રેલી યોજાઈ - world population day
પાટણઃ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગ રૂપે આરોગ્ય કર્મચારીઓ દ્વારા જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને વસતી વધારા પર નિયંત્રણ રાખવા જાગૃત કાર્ય હતા.
વિશ્વ વસ્તી દિન નિમિત્તે જન જાગૃતિ રેલી યોજાઈ
વધતી જતી વસતી વધારા પર નિયંત્રણ લાવવા માટે સ્ત્રી ઓપરેશન, પુરુષ ઓપરેશન, અંતરા ઇન્જેક્શન,અને વિવિધ સરકારી હોસ્પિટલોમા અપાતી સેવાઓ અંગેની જાણ કારી રેલી દરમ્યાન લોકોને આપવામા આવી હતી.