પાટણ: પાટણ શહેર સહિત જિલ્લા માટે કોરોના દિવસે દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. સોમવારે જિલ્લામાં એક સાથે 20 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 13 કેસ નોંધાતા કુલ સંખ્યા 100એ પહોંચતા કોરોના પોઝિટિવ દર્દીઓની શહેરમાં સદી પૂરી થઈ છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 199 થયો છે.
પાટણ શહેરમાં કોરોનાની સદી, જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 199 - પાટણ કોવિડ-19 અપડેટ
પાટણ શહેર સહિત જિલ્લા માટે કોરોના દિવસે દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. સોમવારે જિલ્લામાં એક સાથે 20 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 13 કેસ નોંધાતા કુલ સંખ્યા 100એ પહોંચતા કોરોના પોઝિટિવ દર્દીઓની શહેરમાં સદી પૂરી થઈ છે.
પાટણ શહેરમાં નોંધાયેલા 13 પોઝિટિવ કેસોમાં વિઠ્ઠલ વિલા સોસાયટીમાં 54 વર્ષીય ઠક્કર કોકીલાબેન, મલ્હાર બંગલોઝમાં 45 વર્ષીય રાવલ ધીરુ બેન, રાજનગર સોસાયટીમાં 35 વર્ષીય ભાવેશ પૂજારા, કાલી બજારમાં 60 વર્ષીય પઠાણ હનીફા બીબી, અયોધ્યાનગર સોસાયટીમાં 70 વર્ષીય સોની રમણીકલાલ, મદારશામાં 50 વર્ષીય ડબગર રાજેશભાઈ, રંગરેજની ખડકીમાં 44 વર્ષીય સંજયભાઈ મોદી, દ્વારકા નગરીમાં 53 વર્ષીય ઉષાબેન લીમ્બાચીયા, તિરુપતિ નગરમાં 75 વર્ષીય પટેલ મંગુબેન, પલ્લવી પાર્કમાં 35 વર્ષીય પુરુષ, વિઠ્ઠલ વિલા સોસાયટીમાં 26 વર્ષીય પુરુષમાં કોરોનાના લક્ષણો જણાતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેમના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યા હતા.
શહેરના રળિયાત નગરના 63 વર્ષીય પુરુષ અને રાજકાવાડાની કંદોઇ શેરીમાં રહેતા 65 વર્ષીય પુરુષના કોરોના રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાં કરાવતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત પાટણ તાલુકાના ધારપુર ગામે ચૌહાણ લક્ષ્મીબેન, સિધ્ધપુરની શક્તિનગર સોસાયટીમાં 33 વર્ષીય પુરુષ, જુલેલાલ સોસાયટીમાં 62 વર્ષીય પુરુષ, રાધનપુરની લાલબાગ સોસાયટીમાં 15 વર્ષીય કિશોર અને 11 વર્ષીય કિશોરી, સરસ્વતી તાલુકાના મેસર ગામે 78 વર્ષીય પુરુષ, સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે 83 વર્ષીય મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.