જમીયતે ઉલમાએ હિન્દ અને બહુજન પાર્ટી મોરચાના આગેવાનોએ શહેરના બગવાડાચોક ખાતે એકત્ર થઈ પ્રતીક ધારણા યોજી ઝારખંડમાં થયેલ યુવકની હત્યાને વખોડી રેલી યોજી હતી. જિલ્લા કલેકટરની કચેરીએ પહોંચી નિવાસી કલેકટર બી.જી.પ્રજાપતિને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી કે, ઝારખંડના મોબલિંગમા અન્સારી નામના યુવાનની હત્યા કરવામા આવી છે. હત્યારાઓને સાથ સહકાર આપતા તેમજ આ ઘટનામા સંડોવાયેલા અન્ય લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામા આવે તેવી માંગ કરી હતી.
મોબ લિંચિંગના વિરોધમાં જમીયતે ઉલમા એ હિંદની આગેવાનીમાં પાટણમાં રેલી યોજાઈ - gujarat
પાટણ : ઝારખંડમા લધુમતિ યુવકની હત્યા મામલે આજે જમીયતે ઉલ મા એ હિન્દ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાન કાર્યકરોએ પ્રતીક ધારણા કરી રેલી યોજી હતી. નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી હિંસક તત્વો સામે તાત્કાલિક કડક કાયદો બનાવવાની માંગ કરી હતી.
મોબ લિંચિંગ મામલે આગેવાનોએ રેલી યોજી
માત્ર ઝારખંડમાં જ આવી ઘટના બનતી નથી. દેશના વિવિધ રાજ્યોમાં વર્ષ દરમિયાન આવી ઘટનાઓ બને છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રએ આવા હિંસક તત્વો અંકુશમાં આવે તેવો કાયદો તાત્કાલિક ધોરણે અમલી બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.