પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત કેટલાક સમયથી વિવિધ પરીક્ષાઓ યોજવા બાબતેના નિર્ણય લેવામાં આવે છે અને પરીક્ષાની તારીખ નજીક આવતાં પરીક્ષા મુલત્વી રાખવામાં આવે છે. જેને કારણે પરીક્ષાની તૈયારીઓ કરીને સજ્જ થયેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે.
પાટણઃ સાયન્સ અને લો ફેકલ્ટીની એટીકેટી પરીક્ષા યોજવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યું - પાટણના તાજા સમાચાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ અને લો ફેકલ્ટીની પરીક્ષા રદ કરી છે. જે સમયસર લેવામાં આવે તેવી માગ સાથે NSUIના કાર્યકરોએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા સાયન્સ અને લો ફેકલ્ટીની જે પરીક્ષા 5 ઓક્ટોબરથી શરૂ થવાની હતી, એ પરીક્ષા સ્થગિત કરવામાં આવતા આ બાબતે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી કુલપતિ ડૉ.જે.જે.વોરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વારંવાર પરીક્ષાની તારીખો જાહેર કરે છે અને ત્યારબાદ પરીક્ષા બંધ કરે છે. જેને કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. માત્ર 2 કે 5 ટકા રીચેકીંગ કે રીએસએસમેન્ટના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઇ બધા વિદ્યાર્થીઓના ભવિષ્યને વગાડી શકાય નહીં.
આ સાથે જ NSUIએ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે સાયન્સ અને લો ફેકલ્ટીની પરીક્ષા યોજવામાં આવે તેવી માગ કરી હતી. આવું નહીં થવાથી NSUIએ યુનિવર્સિટીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.