ગુજરાત

gujarat

ETV Bharat / state

HNGU યુનિવર્સિટીમાં થયેલી કથિત ગેરરીતિ મામલે NSUIએ વિરોધ દર્શાવ્યો - શિક્ષણ જગતના સમાચાર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનેલા MBBS (Bachelor of Medicine and Bachelor of Surgery)સુધારણા કૌભાંડના પાંચમા દિવસે પણ યુનિવર્સિટીમાં વિરોધ જોવા મળ્યો હતો. બુધવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવી કુલપતિના રાજીનામાની માંગ કરી હતી. સાથે સાથે રામધૂન બોલાવી કુલપતિની ચેમ્બરની બહાર ધરણાં કર્યા હતા.

HNGU યુનિવર્સિટીમાં થયેલી કથિત ગેરરીતિ મામલે NSUIએ વિરોધ દર્શાવ્યો
HNGU યુનિવર્સિટીમાં થયેલી કથિત ગેરરીતિ મામલે NSUIએ વિરોધ દર્શાવ્યો

By

Published : Mar 31, 2021, 8:37 PM IST

  • યુનિવર્સિટીમાં NSUI દ્વારા કરવામાં આવ્યા ધરણાં
  • કુલપતિની ચેમ્બરની બહાર બોલાવી રામધૂન
  • કુલપતિ જે. જે. વોડા રાજીનામું આપે તેવી કરી માંગ

આ પણ વાંચો -હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

પાટણઃ જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(HNGU)માં વર્ષ 2018માં લેવાયેલી MBBSની પ્રથમ વર્ષની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની પૂરવણીઓ પુનઃ મૂલ્યાંકનમાં બદલી નપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું, કેમેસ્ટ્રી વિભાગમાં ઉત્તરવહીઓ કોરી મૂક્યા બાદ પાછળથી વિદ્યાર્થીને લખાવી પાસ કર્યા હોવાનું તેમજ કુલપતિ દ્વારા નાણાની ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. જેને લઇને છેલ્લા પાંચ દિવસથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બુધવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે આવી હોબાળો મચાવી દેખાવો કર્યા હતા. કુલપતિના ચેમ્બરની બહાર ધરણાં પર ઉતરી રામધૂન બોલાવી કુલપતિના રાજીનામાની માગણી કરી હતી.

કુલપતિ જે. જે. વોડા રાજીનામું આપે તેવી કરી માંગ

આગામી સમયમાં કુલપતિનો વધું વિરોધ કરવામાં આવશેઃ NSUI

NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણપ્રધાને પણ કૌભાંડ મામલે તપાસ સોંપી છે તેમ છતાં પણ કુલપતિએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યુ નથી. આગામી સમયમાં કુલપતિનો વધું વિરોધ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આગામી સમયમાં કુલપતિનો વધું વિરોધ કરવામાં આવશેઃ NSUI

આ પણ વાંચોઃહેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

ABOUT THE AUTHOR

...view details