રાજ્યના વિવિધ જિલ્લામાં લેવાયેલી GPSCની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાથે ઠેર ઠેર ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યાં છે. ત્યારે પાટણમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પાટણમાં NSUIએ GPSCની પરીક્ષા રદ કરવાની માગ કરી - પાટણ સમાચાર
પાટણઃ સરકાર દ્રારા તાજેતરમાં લેવાયેલી GPSCની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના આક્ષેપો સાથે વિવિધ શહેરોમાં ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ ઉમેદવારો દ્વારા વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માગ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ew
એન.એસ.યુ.આઈ દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી આ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. વધુમાં સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા વારંવાર થતી ગેરરીતિઓ અટકાવવાની અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.