ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી NSUIએ કરી માંગ - nsui ન્યૂઝ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી 8 એપ્રિલથી વિવિધ વિભાગના સેમિસ્ટર-1ની ઓફલાઈન પરીક્ષા શરૂ થઇ રહી છે. શનિવારે NSUIએ આ પરીક્ષાઓ કોરોના મહામારીને કારણે ઓનલાઈન કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવ કર્યા હતા, સાથે-સાથે MBBSના કથિત ભ્રષ્ટાચાર મામલે કુલપતિના રાજીનામાની માંગણી કરી હતી. NSUIએ કુલપતિ પર રૂપિયા-2000ની નકલી નોટો નાખી વિરોધ કર્યો હતો.

NSUIએ ફરી એકવાર યુનિવર્સિટીમાં કર્યા દેખાવો
NSUIએ ફરી એકવાર યુનિવર્સિટીમાં કર્યા દેખાવો

By

Published : Apr 3, 2021, 4:29 PM IST

Updated : Apr 3, 2021, 5:24 PM IST

  • NSUIએ ફરી એકવાર યુનિવર્સિટીમાં કર્યા દેખાવો
  • online પરીક્ષા લેવામાં આવે તેવી કરી માંગ
  • MBBSના ભ્રષ્ટાચાર મામલે કુલપતિ સામે 2000ની નકલી નોટો નાખી

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 8 એપ્રિલથી MA, M.COM, M.SC, MRS, MP.Ed, PGDCA, LLM સેમિસ્ટર-1ની પરીક્ષાઓમાં 16,282 વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા જઇ રહી છે. ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાં વધતા કોરોના કારણે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તેવી માંગ સાથે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવી દેખાવો કર્યા હતા. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે NSUIના કાર્યકરોને વહીવટી ભવન પાસે અટકાવ્યા હતા. કાર્યકરોએ વિરોધ સૂત્રો કર્યા હતા.

MBBSના ભ્રષ્ટાચાર મામલે કુલપતિ સામે 2000ની નકલી નોટો નાખી

આ પણ વાંચો:ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું નિવેદન

MBBSના ભ્રષ્ટાચાર મામલે રૂપિયા-2000ની નકલી નોટો કુલપતિ ઉપર નાખી

યુનિવર્સિટીના કુલપતિ NSUIના કાર્યકરોની રજૂઆત સાંભળવા સામે ચાલીને આવ્યા હતા, પરંતુ કાર્યકરો અને કુલપતિ વચ્ચે લોખંડનો ઝાંપો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કુલપતિએ વહીવટી ભવનની અંદર રહીને રજૂઆત સાંભળી હતી. ત્યારે NSUIના શહેર અને જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. MBBSના ભ્રષ્ટાચાર મામલે રૂપિયા-2000ની નકલી નોટો કુલપતિ ઉપર નાખી પાસ કરવા જણાવ્યું હતું અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી.

online પરીક્ષા ના લેવામાં આવે તેવી કરી માંગ

આ પણ વાંચો:પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIએ કુલપતિના રાજીનામાની માગ કરી

અન્ય યુનિવર્સિટીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાની ગોઠવણી કરાશે: કુલપતિ

યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરાએ આ બાબતે જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષા માટે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તેમજ બીજી યુનિવર્સિટીઓ સાથે ચર્ચા-વિચારણા કરી પરીક્ષાની ગોઠવણી કરવામાં આવશે.

Last Updated : Apr 3, 2021, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details