- પાટણ યુનિવર્સિટીમાં કથિત કૌભાંડનો મામલો
- NSUI દ્વારા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
- કુલપતિ જે. જે. વોરા રાજીનામું આપે તેવી કરી માગ
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓને રિ-એસએસમેન્ટમાં પાસ કરવાનો તેમજ કેમેસ્ટ્રી વિભાગમાં વગવાળા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ કોરી મૂકી પાછળથી લખાવી પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેથી શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે.
પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIએ કુલપતિના રાજીનામાની માગ કરી આ પણ વાંચોઃ HNGU યુનિવર્સિટી કૌભાંડ : ભારતીય વિદ્યાર્થી મોરચાએ આપ્યું પાટણ કલેક્ટરને આવેદનપત્ર
NSUI દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યાં
આ મુદ્દાને લઇને છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુરુવારે યુનિવર્સિટી ખાતે NSUIના પ્રદેશ અધ્યક્ષ મહિપાલ ગઢવી ની આગેવાની હેઠળ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યાં હતા. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
NSUI દ્વારા વિરોધ પ્રદર્શન જ્યાં સુધી કુલપતિ રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવાની ચીમિકી
NSUIના કાર્યકરોને કુલપતિને મળતા રોકવામાં આવ્યાં હતા અને ગેટ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ NSUIની રજૂઆતને સાંભળવા કુલપતિ સામેથી આવ્યાં હતા, ત્યારે પ્રદેશ અધ્યક્ષ મહિપાલ ગઢવીએ આ કોભાંડ આ મામલે કુલપતિ નૈતિકતાના ધોરણે રાજીનામું આપે તેવી માગ કરી હતી. જ્યાં સુધી કુલપતિ રાજીનામું નહીં આપે ત્યાં સુધી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
NSUI દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યાં આ પણ વાંચોઃ HNGU યુનિવર્સિટી કૌભાંડ : ભારતીય વિદ્યાર્થી મોરચાએ આપ્યું પાટણ કલેક્ટરને આવેદનપત્ર
આ બાબતે સરકારે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે: કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ જે. જે. વોરાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડ મામલે સરકારે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને સિનિયર અધિકારીને તપાસ પણ સોંપી છે. તો બીજી તરફ નજીકના સમયમાં યુનિવર્સિટીની પરીક્ષાનો સમય પણ શરૂ થતો હોવાથી રાજીનામું આપવાનો સવાલ ઉભો થતો નથી.
પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIએ કુલપતિના રાજીનામાની માગ કરી