પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવી રહ્યું હોવાની બાબતને લઈ વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરને રજુઆત કરવા પહોચી હતી. જો કે વાઇસ ચાન્સેલર કે રજીસ્ટાર હાજર ન હોવાથી વિદ્યાર્થીનીઓએ એચ.એન.જી.યુના કેમ્પસમાં જ ભૂખ હડતાળ પર બેસી ગઈ હતી.
HNGUની ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન અપાતા વિદ્યાર્થીનીઓમાં રોષ - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટર દ્રારા વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તા વાળુ ભોજન આપવામા આવતાં વિધાર્થીનીઓએ યુનિવર્સીટી વહીવટી ભવન આગળ ભુખ હડતાલ પર ઉતરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
યુનિવર્સીટીની ગલ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામા આવતાં વિધાર્થીનીઓની હડતાલ
છેલ્લા કેટલાક મહિનાઓથી ગુણવત્તા વગરનું વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં આવતું હતુ અને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મંગળવારના રોજ વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં છેલ્લાં ઘણા સમયથી હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામા આવી રહ્યુ છે. રજુઆત કરવા છતાં ખોરાકની ગુણવત્તામાં સુધારો ન કરાતા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
Last Updated : Aug 28, 2019, 12:10 PM IST