ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો - Gujarat News

પાટણ નગરપાલિકા ખાતે મંગળવારે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાએ શુભ મુહૂર્તમાં પદ ગ્રહણ કરીને ચાર્જ સંભાળ્યો હતો. ભાજપના આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પાટણ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો
પાટણ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો

By

Published : Mar 17, 2021, 4:57 PM IST

  • પ્રમુખ અને ઉપપ્રમુખે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
  • પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો
  • ભાજપના આગેવાનોએ પ્રમુખ ઉપપ્રમુખને પાઠવી શુભકામનાઓ

પાટણ:નગરપાલિકા ખાતે સોમવારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. મંગળવારે નગરપાલિકાના નવીન બિલ્ડીંગ ખાતે 12: 39ના વિજય મુહૂર્તમાં નવનિયુક્ત મહિલા પ્રમુખ સ્મિતાબેન પટેલે પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં પદગ્રહણ કરી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. નગરપાલિકાના અઢી વર્ષના શાસનના આરંભે તેમણે પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ પણ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનોએ પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો:વેરાવળ ભાજપના પૂર્વ નગરપતિ સહિતના 50 હોદ્દેદાર-કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો


નગરનો સર્વાંગી વિકાસ કરવાની ઉપપ્રમુખે ઈચ્છા વ્યક્ત કરી

મંગળવારે નગરપાલિકાના કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકે પણ પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાટણના તમામ લોકોને સાથે રાખીને વિકાસલક્ષી કામોને વેગ આપવામાં આવશે. મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ સાથે ઉનાળામાં નગરજનોને પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.

પાટણ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો

ABOUT THE AUTHOR

...view details