ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જંખી રહ્યુ છે વિકાસ - ETV bharat Special Report

પાટણ તેના પટોળા અને વર્લ્ડ હેરિટેજ રાણીની વાવને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ રાણીની વાવથી માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલું બીજું એક ઐતિહાસિક સ્થળ સહસ્ત્રલિંગ તળાવ આજે પણ વિકાસથી વંચિત છે. સરકારની બેદરકારી કહો કે ઉદાસીનતા. આ અદભુત કલા અને સ્થાપત્ય ધરાવતું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ આજે મૃતપાય અવસ્થામાં જઈ રહ્યુ છે.

પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જંખી રહ્યુ છે વિકાસ
પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જંખી રહ્યુ છે વિકાસ

By

Published : Jan 1, 2021, 9:43 PM IST

  • પાણી સંગ્રહ અને ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો એટલે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ
  • સિધ્ધરાજ જયસિંહે 105 એકરમાં સહસ્ત્રલિંગ સરોવરનું કર્યું હતું નિર્માણ
  • યોગ્ય જાળવણીના અભાવે આ સરોવર બની રહ્યું છે મૃતપાય
  • સરકાર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી પ્રવાસીઓની માંગ

પાટણઃ સોલંકી યુગને ગુજરાતમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી શાસનમાં અનેક સ્થાપત્યો અને પાણી સંગ્રહ માટેની વાવ અને તળાવો બનાવવામાં આવ્યાં હતા. પાણી સંગ્રહ માટે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો એટલે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિદ્ધરાજ જયસિહે સરસ્વતી નદીના કિનારે 105 એકરમાં નિર્માણ કરેલા સરોવરની આસપાસ 1000 મનમોહક શિવલિંગની સ્થાપના કરી હતી, જેથી આ સરોવર સહસ્ત્ર લિંગના નામે ઓળખાયું હતું.

સહસ્ત્રલિંગ સરોવર

સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે બનાવાયું હતું સરોવર

રાજા સિદ્ધરાજ દરરોજ એક શિવ મંદિરમાં ઘટના કરતા જ સમગ્ર સરોવરમાં એક સાથે 1000 શિવમંદિરમાં ઘંટનાદ થતો અને સમગ્ર વાતાવરણ અલૌકિક બની જતું હતું. સરોવરનું નિર્માણ માત્ર પાણી સંગ્રહ કરવા માટે કે મનોરંજન માટે નહીં પણ નગરજનોને પીવા અને સિંચાઈ માટે શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું. સહસ્ત્રલિંગ સરોવર એવી રીતે બનાવવામાં આવ્યુ હતું કે, નદીમાંથી આવતું પાણી પહેલાં રુદ્રકૂપમા એકત્ર કરી શુદ્ધ થયા પછી જ સરોવરમાં આવે. આ સુંદર તળાવ શિલ્પ સ્થાપત્યનો અને ઇજનેરોની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે.

સહસ્ત્રલિંગ સરોવર

સરોવર ની દુર્દશા જોઈ પ્રવાસીઓ પણ થાય છે નિરાશ

ઐતિહાસિક રાણીની વાવની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ અચૂક મુલાકાત લેતા હોય છે. ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાતું આ ઐતિહાસિક સરોવરની આવી દુર્દશા જોઈને અહીં આવતા પ્રવાસીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. જે રીતે પુરાતત્વ વિભાગ અને સરકાર દ્વારા અન્ય સ્મારકોની માવજત કરવામાં આવે છે. તેવી જ રીતે આ સ્થળની પણ માવજત અને જાળવણી કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યાં છે.

સહસ્ત્રલિંગ સરોવર

સહસ્ત્રલિંગ સરોવર આજે ઝંખી રહ્યું છે વિકાસ

વૈજ્ઞાનિક ઢબથી સિંચાઇ અને પીવાના પાણી માટે નિર્માણ કરેલા સહસ્ત્રલિંગ સરોવરની જો સરકાર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે તો રાણીની વાવની જેમ જ આ સ્થળ પણ જગવિખ્યાત થઈ શકે છે. સુંદર રચના અને અદભુત કલાનું સંગમ ધરાવતું આ સરોવર આજે વિકાસ ઝંખી રહ્યું છે.

પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જંખી રહ્યુ છે વિકાસ

ABOUT THE AUTHOR

...view details