ગુજરાત

gujarat

ETV Bharat / state

પોળમાં પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ યથાવત્

પાટણ લીંબચ માતાની પોળમાં પરંપરાગત (Navratri in Patan) રીતે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યાંના રહીશોઓ આજે પણ જૂની પરંપરા મુજબ ચાચરના ગરબાનું ગાન કરીને નવરાત્રી મહોત્સવની શરૂઆત કરી હતી. (Patan Limbach Mata pol)

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે, પોળમાં પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ યથાવત્
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે, પોળમાં પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ યથાવત્

By

Published : Sep 27, 2022, 11:29 AM IST

પાટણ વર્તમાન સમયમાં નવરાત્રી મહોત્સવએ (Navratri in Patan) નાચ, કૂદ અને પાર્ટી પ્લોટમાં મનોરંજન સમાન બન્યું છે. ત્યારે પાટણના સાલવિવાડા વિસ્તારમાં લીંબચ માતાની પોળમાં નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. આ પ્રાચીન ગરબાને જીવંત રાખવામાં વડીલોની સાથે યુવાનો પણ જોડાયા છે. (Patan Limbach Mata pol)

પાટણની લીંબચ માતાની પોળમાં નવદુર્ગા બટુકનું પૂજન કરી નવરાત્રીનો પ્રારંભ કરાયો

પ્રાચીન ગરબાનું અસ્તિત્વ શક્તિ ,ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટન કલચર જોવા મળી રહ્યુ છે. લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે. ત્યારે આજ ના આધુનિક યુગમા પાટણની લીંબચ માતાની પોળના રહીશોએ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. અહીંયા રમતા ગરબાઓમાં પ્રાચીન ગરબામાં પૌરાણિક ગરબાઓની જમાવટ જોવા મળે છે.

પોળમાં પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ યથાવત્

વર્ષોની પરંપરા નવરાત્રીના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા નવ બાળકીઓને આદ્યશક્તિનું સ્વરૂપ માની અને પાંચ બાળકોને બટુક ભૈરવનું સ્વરૂપમાની માતાજીના ચાચર ચોકમાં ઉભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજીના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામા આવે છે. ત્યારે લીંબચ માતાની પોળમાં વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. (Navratri 2022 in Patan)

શેરીમાં ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના લીંબચ માતાની પોળમાં વર્ષોથી આ પૌરાણિક ગરબા મહોત્સવ ઉજવાય છે. અહીં આદ્યશક્તિ માં અંબાની માંડવીને ચાચર ચોકમાં મૂકી મહિલાઓ, બાળકો અને મોટેરાઓ ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે. આ સમયે અલૌકીક અને દિવ્ય વાતાવરણનો લોકોને ભાસ થાય છે. નવરાત્રીમાં અહીં ઢોલ મંજીરાને ખંજરાના તાલે ગરબા ગવાય છે. સંગીતના મોંઘા સાધનો અને ડીજેના બદલે મહોલ્લાના રહીશો પોતાના જે સૂર રેલાવી માતાજીના ગુણગાન ગાય છે. આ મહોલ્લાના લોકો આજે પણ પાર્ટી પ્લોટ મા ગરબે રમવા જતા નથી. શેરીમાં ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરે છે. (First day in Patan Norta)

ABOUT THE AUTHOR

...view details