પાટણના નગર દેવી કાલિકા મંદિરમાં સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિધ્ધરાજ જયસિંહના સમયમાં સ્થાપિત કરાયેલ મંદિર ( Temple of Nagardevi Kalikamata in Patan ) માં કાલિકા માતા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. જેને લઇ શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નગર દેવીના મંદિરે ચૈત્રી અને શારદીય નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુરુવારે નવરાત્રિના પ્રથમ દિવસે મા કાલિકા સમીપ શુભ મુહૂર્તમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન તથા જવારા વાવવાની વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ ( Navratri Festival Started ) કરવામાં આવ્યો હતો.
પાટણના નગરદેવી કાલિકા મંદિરમાં ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ - નવરાત્રી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ
પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના પ્રાચીન મંદિરમાં ( Temple of Nagardevi Kalikamata in Patan ) નવરાત્રી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ ( Navratri Festival Started ) કરવામાં આવ્યો છે માતાજી સમીપ વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન તથા જવારા વાવીને પરંપરાગત રીતે નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
એક સાથે ત્રણ દેવીઓના દર્શન પ્રથમ દિવસે માતાના ઘટસ્થાપન ( Navratri Festival Started )તેમજ માતાજીના મુખારવિંદના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. આ મંદિરમાં કાલિકા માતા ( Temple of Nagardevi Kalikamata in Patan ) સાથે માતા ભદ્રકાળી અને ક્ષેમકરી માતા પણ બિરાજમાન હોઈ શ્રદ્ધાળુઓને એક સાથે ત્રણ દેવીઓના દર્શનકરવાનો લ્હાવો મળે છે.
નવરાત્રિ દરમિયાનના કાર્યક્રમનગરદેવી શ્રી કાલિકા માતા ( Temple of Nagardevi Kalikamata in Patan ) ના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે નવરાત્રિ ( Navratri Festival Started )ના નવ દિવસ દરમ્યાન માતાજીને નીતનવા વસ્ત્રો, તેમજ રત્નજડિત અલંકારોથી માતાજીનો શણગાર કરવામાં આવશે. તેમજ વિવિધ દેશવિદેશના ફૂલોની આંગી કરવામા આવશે. રોજ સવારે માતાજીની શ્રુંગાર આરતી અને સાંજે સાત વાગ્યે આરતી થશે. દુર્ગાષ્ટમીએ માતાજીની પાલખી યાત્રા નિજ મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરશે. તેમજ રાત્રે દસ વાગે માતાજી સન્મુખ યજ્ઞ કરવામાં આવશે અને રાત્રે સંધિ પૂજા કરાશે.