ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણઃ લીંબચ માતાની પોળમાં નવરાત્રી આજે પણ જૂની પરંપરાથી થાય છે - પ્રાચીન ગરબા

પાટણઃ નવરાત્રી પર્વ એ માં અંબાની આરાધનાનું પર્વ છે. પવિત્ર શક્તિની ઉપાસના કરવાનું પર્વ છે, પરંતુ વર્તમાન સમયમાં નવરાત્રીની ઉજવણીમાં માતાજીની ભક્તિ ઓછી થઈ છે અને મનોરંજનના સાધન તરીકે તેનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે. જો કે, હજુ પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. પાટણના સલવિવાડા વિસ્તારમાં લીંબચ માતાની પોળના રહીશોએ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. અહીંના લોકોએ નવરાત્રીના પ્રથમ નોરતે નવ બાળકીઓને આદ્યશક્તિનું સ્વરૂપ માની પાંચ બાળકોને બટુક ભૈરવના સ્વરૂપ સાથે માતાજીની પૂજા કરાવી હતી. જેથી માતાજીના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવની શરૂઆત કરકામાં આવી છે.

લીંબચ માતાની પોળમાં નવરાત્રી આજે પણ જૂની પરંપરાથી થાય છે

By

Published : Sep 30, 2019, 4:59 PM IST

પરંપરાગત ગરબા પાટણમાં લીંબચ માતાના ભાતીગળ ગરબા...ફિલ્મી ગીતો, પાર્ટીપ્લોટના ઘોંઘાટને બદલે અહીં નવરાત્રી દરમ્યાન ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે ગરબા ગવાય છે. મોંઘા સંગીતના સાધનો અને ડીજેના બદલે મહોલ્લાના રહીશો પોતાના સૂર જ રેલાવી માતાજીના ગુણગાન ગાય છે.

લીંબચ માતાની પોળમાં નવરાત્રી આજે પણ જૂની પરંપરાથી થાય છે

આજના ડિઝીટલ યુગમાં ગરબામાં પણ આધુનિકતા પ્રવેશી ગઈ છે. જેને લીધે આપણી સંસ્કૃતિ ક્યાંકને ક્યાંક વિસરાઈ રહી છે, ત્યારે પાટણની લીંબચમાતાની પોળના રહીશોએ પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ જાળવી રાખ્યું છે.

ABOUT THE AUTHOR

...view details