પાટણ:મહાત્મા ગાંધી જયંતિ સમગ્ર દેશમાં "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બર થી 15 મી ઓક્ટોબર 2023 સુધી "સ્વચ્છતા હી સેવા" માસનું આયોજન કરવામાં આવ્યું છે. આ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનની પ્રેરણાથી 1 ઓક્ટોબર, 2023 ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિદ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો. કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં એક કલાક સૌ કોઈએ મળીને સ્વચ્છતા માટે શ્રમ દાન કર્યું હતું.
Patan News: સિદ્ધપુરમાં રાષ્ટ્રવ્યાપી શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો, કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂત માર્ગોની સાફ-સફાઈ કરી - Nationwide labor donation program
સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાનનો પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિદ્ધપુર ખાતે યોજવામાં આવ્યો હતો. કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં એક કલાક સૌ કોઈએ મળીને સ્વચ્છતા માટે શ્રમ દાન કર્યું હતું. કેબિનેટ પ્રધાન સહિતના ભાજપના આગેવાનો કાર્યકરોએ શહેરની હરરવાલ ટાવરથી ઝાંપલી પોળ સુધીના માર્ગ સાફ-સફાઈ કરી હતી.
Published : Oct 2, 2023, 9:44 AM IST
શ્રમદાન કાર્યક્રમ યોજાયો: સિદ્ધપુરમાં સવારે 10 વાગ્યે આયોજીત આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂત સૌ પ્રથમ પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી વંદન કર્યા હતા. ત્યારબાદ હરરવાલા ટાવર થી જાંપલી પોળ સુધી સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતુ. શ્રમદાનના આ કાર્યક્રમમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સિદ્ધપુરના પ્રબુદ્ધ નગરજનો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને મહાત્મા ગાંધીના સ્વચ્છતા ના સૂત્રને સાર્થક કરવા સિદ્ધપુરના જાહેર માર્ગની જાડુ લઈને સફાઈ કરી હતી.
જીવનમાં અપનાવવુ જોઈએ: આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશભરમાં યોજાયો છે. જે ખૂબ પ્રેરણારૂપ છે. સ્વચ્છતા ને માત્ર આજના દિન પુરતી નહીં પરંતુ રોજિંદા જીવનમાં તેને સ્થાન આપવું જોઈએ. પાટણ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા મિશનમાં જોડાયા છે અને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.આ મહા શ્રમદાન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. પાટણ જિલ્લામાં 4 લાખથી વધું લોકો આ સફાઈ અભિયાનમાં જોડાય એ માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનની પ્રેરણાથી યોજાયો છે જે ખૂબ પ્રેરણારૂપ છે. સ્વચ્છતા ન માત્ર આજના દીન પૂરતું નહિ પરંતુ રોજિંદા જીવનમાં સફાઇને સ્થાન આપવું જોઈએ.