પાટણ: ગુજરાત પ્રેસ અકાદમી અને પાટણ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા’ વિષય પર યોજાયેલા આ વેબિનારમાં જાણીતા મીડિયા એક્સપર્ટ સુશ્રી બિનિતા પરીખ તજજ્ઞ તરીકે જોડાયા હતા.
પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી સંદર્ભે વેબિનાર યોજાયો - Patan news
ગુજરાત પ્રેસ અકાદમી અને પાટણ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા’ વિષય પર યોજાયેલા આ વેબિનારમાં જાણીતા મીડિયા એક્સપર્ટ સુશ્રી બિનિતા પરીખ તજજ્ઞ તરીકે જોડાયા હતા.
![પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી સંદર્ભે વેબિનાર યોજાયો Patan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:24:31:1605880471-gj-ptn-01-awebinarwasorganizedbypatandistrictinformationofficeregardingthecelebrationofnationalpressday-photostory-gj10046-20112020191631-2011f-1605879991-744.jpg)
● કોવિડ મહામારીને લઈને વેબિનારના માધ્યમથી કરાઇ ઉજવણી
લોકશાહીના ચોથા સ્તંભ સમાન પ્રેસ-મીડિયાના મહત્વને ધ્યાને લઈ પ્રતિ વર્ષ ૧૬ નવેમ્બરના રોજ નૅશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૬ નવેમ્બરના દિવસે નૂતન વર્ષના તહેવાર તથા કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત પ્રેસ અકાદમીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા વેબિનારના માધ્યમથી પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
● વેબિનારના માધ્યમથી બિનિતા પરીખે પત્રકારોને આપ્યું માર્ગદર્શન
ગુજરાતના નામાંકિત પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક માધ્યમો સાથે પત્રકાર તરીકે કામ કરી ચુકેલા અને ગુગલ ન્યૂૂૂઝ ઇનિશિએટીવના કમ્યુનિકેશન ફેસિલિટેટર સુશ્રી બિનિતા પરીખે જણાવ્યું કે, માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. નાગરીકોને પ્રેસ-મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે તેનું કારણ છે વિશ્વસનીયતા. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર લાગી જવાનો ભય હોય છે. ખાસ કરીને કોવિડ-૧૯ જેવી મહામારીના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ મોટા પ્રમાણમાં સમાચારો ફેલાઈ રહ્યા છે. તેમાંથી સમાચારના સ્ત્રોત સુધી પહોંચી તેની ખરાઈ કર્યા બાદ પ્રસારીત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. એક ખોટા સમાચાર લોકોમાં ડર પેદા કરી શકે છે માટે મીડિયાની શક્તિનો ખોટો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
● કોરોના મહામારીમા પત્રકારોને યોગ પ્રાણાયામ કરવા કર્યો અનુરોધ
કોવિડ-૧૯ મહામારીના સમયમાં ફેક ન્યુઝના ધોધ વચ્ચે માહિતી કે ફોટોગ્રાફની ખરાઈ કઈ રીતે કરવી તે અંગે સુશ્રી પરીખે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આવી મહામારીના સમયમાં કામના ભારણ વચ્ચે સતત ફરજ બજાવતાં પત્રકારોને ટ્રોમા જેવી અસરથી બચવા યોગ-પ્રાણાયામ સહિતની આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી.
નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે યોજાયેલા વેબિનારમાં જિલ્લાના વિવિધ માધ્યમો સાથે જોડાયેલા પત્રકારો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ આનંદ પટેલ તથા પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વેબિનારના તજજ્ઞો વિષયલક્ષી ચર્ચા ઉપરાંત શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.