આનંદ સરોવર છેલ્લા સમયથી ખાલી ખમ પડ્યું હતું. પણ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે. જેથી હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસેલાં ધોધમાર વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો ઓવરફ્લો થયાં છે. સરકારે રાજ્યના વિવિધ તળાવો, ખેત તલાવડીઓ નદી અને ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનો નિર્ણય કર્યો છે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાટણના આનંદ સરોવરમાં નર્મદાના નીર ભરવામાં આવશે. પાટણ ભાજપના આગેવાનો કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરીકો નર્મદા નીરના વધામણા કરશે.
PM મોદીના જન્મદિવસે પાટણના આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાશે વધામણા
પાટણ: તાલુકાની મધ્યમાં આવેલાં આનંદ સરોવરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા નીરના ઠાલવવામાં આવશે. જેના વધામણાં ભાજપ આગેવાન અને નાગરીકો દ્વારા કરવામાં આવશે.
વડાપ્રધાનના જન્મદિવસે પાટણમાં આનંદ સરોવરમાં નર્મદા નીરના કરાશે વધામણાં
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં તાત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે નરકાગાર ગુગડી તળાવને ઊંડુ કરાવી સ્થાનિકોને ભેટ આપી હતી. તે છેલ્લા કેટલાય સમયથી અપૂરતા પ્રમાણમાં વરસાદ કારણે સૂકુંભઠ્ઠ થઈ ગયું હતું. આ વર્ષે નર્મદા ડેમ ઓવરફ્લો થયો હોવાથી અનેક જળશયોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ તળાવમાં પણ પાણી છોડાતાં સ્થાનિકોમાં આનંદ લાગણી જોવા મળી હતી.