ગુજરાત

gujarat

ETV Bharat / state

Narendra Modi visit Gujarat 2022: વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે માલધારી પંચાયત દ્વારા કરવામાં આવશે ઉગ્ર દેખાવો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ(Narendra Modi visit Gujarat 2022) દરમિયાન પશુપાલકો દ્વારા ઉગ્ર દેખાવો(Protest Of Maldhari Samaj ) કરવામાં આવશે. રખડતા પશુઓના નિયંત્રણ માટે ઘડવામાં આવેલા કાયદાના વિરોધમાં પશુપાલકો દ્વારા અનશન કરવામાં આવશે. 18 એપ્રિલે રાજ્યના જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન કરાશે.

Narendra Modi visit Gujarat 2022: વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે માલધારી પંચાયત દ્વારા કરવામાં આવશે ઉગ્ર દેખાવો
Narendra Modi visit Gujarat 2022: વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે માલધારી પંચાયત દ્વારા કરવામાં આવશે ઉગ્ર દેખાવો

By

Published : Apr 15, 2022, 10:09 PM IST

પાટણ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 એપ્રિલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા 18 અને 19મી એપ્રિલના રોજ ઉગ્ર દેખાવો ધરણાં અને આમરણાંત ઉપવાસના કાર્યક્રમો કરવામાં આવશે. તેવી ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ ચીમકી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 એપ્રિલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા 18 અને 19મી એપ્રિલના રોજ ઉગ્ર દેખાવો ધરણાં અને આમરણાંત ઉપવાસના કાર્યક્રમો કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

કાયદો પરત લેવાની માંગ કરાશે -રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે ઘડવામાં આવેલા કાયદાનો(Law on Stray Cattle In Gujarat ) પશુપાલક સમાજ દ્વારા પ્રચંડ વિરોધ(huge protests by maldhari community) કરવામાં આવી રહ્યો છે. ત્યારે શુક્રવારે પાટણમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત માલજીભાઈ દેસાઈના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરના ધારાસભ્ય અને ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ(President of Gujarat Maldhari Panchayat ) રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ કાળો કાયદો પરત લેવામાં નહીં આવે તો આગામી 18 એપ્રિલથી વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા દેખાવો કરવામાં આવશે 18 એપ્રિલના રોજ રાજ્યના દરેક જિલ્લાઓમાં પશુપાલકો દ્વારા અનશન , ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે 19મી એપ્રિલના રોજ ગાંધીનગરમાં ગુજરાત માલધારી પંચાયતના 11 આગેવાનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે અને આ કાળો કાયદો પરત લેવાની માંગ કરશે.

આ પણ વાંચો:New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

ગૌ, ગંગા અને ગાયત્રીના નામે ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી શાસન -ગુજરાત માલધારી પંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે ગૌ, ગંગા અને ગાયત્રીના નામે ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહી છે. તો બીજી તરફ શહેરી વિસ્તારમાંથી બે ટકા મત અંકે કરવા માટે પશુપાલકો સાથે અન્યાય(injustice with pastoralists in gujarat ) કરી આ કાળો કાયદો લાવી રહી છે જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય તેમ નથી જ્યાં સુધી સરકાર આ કાળો કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details