- પાટણમાં બે સ્થળો પર હાર્દિક પટેલે જાહેર સભા સંબોધી
- ખેડૂત વિરોધી સરકારની નીતિઓ પર પાડ્યો પ્રકાશ
- કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા કર્યો વિરોધ
પાટણ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વધી રહ્યો છે. જાહેર સભાઓનો દોર મતદારોને આકર્ષવા વિવિધ શક્તિ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે. બુધવારે પાટણ ખાતે અંબાજી નેળિયામાં અને જુનાગંજ બજાર ખાતે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વોર્ડના ઉમેદવારો કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
ખ હાર્દિક પટેલની પાટણમાં જાહેર સભા શિક્ષણનું વ્યાપારીકરણ અને ખેડૂતોના વિવિધ મુદ્દા ઉપર પણ પ્રકાશ પાડ્યો
જાહેર સભાને સંબોધતા હાર્દિક પટેલે વધતી જતી મોંઘવારી, વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યાં હતા. ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણનું વ્યાપારીકરણ અને ખેડૂતોના વિવિધ મુદ્દા ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 28 તારીખે કોંગ્રેસના ઉમેદવારોને મત આપી જીતાડવા અનુરોધ કર્યો હતો.
ખ હાર્દિક પટેલની પાટણમાં જાહેર સભા ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે, તે વાતનો આનંદ છે
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરી તેનું નામ નરેન્દ્ર મોદી કરવા મામલે પણ હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે, તે વાતનો આનંદ છે. પણ સરદાર પટેલના નામની જગ્યાએ નરેન્દ્ર મોદી નામકરણ કરી સરદાર પટેલનું અપમાન કર્યું છે.
ખ હાર્દિક પટેલની પાટણમાં જાહેર સભા