● વિવિધ મંદિરોમાં નંદોત્સવની ઉજવણી
● નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે મંદિરો ગૂંજી ઊઠ્યાં
● ઘરોમાં પણ શ્રદ્ધાળુઓએ કરી નંદોત્સવની ઉજવણી
પાટણ શહેરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કારાવાસમાં જન્મેલા કૃષ્ણને વાસુદેવ છાબડામાં લઇ મૂશળધાર વરસાદ વચ્ચે યમુના નદી પાર કરી ગોકુળમાં નંદબાબાના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતાં ત્યારથી શ્રાવણ વદ નોમ અને પારણાં એટલે કે નાંદોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈને મંગળવારે પાટણ શહેરના વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં નંદોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં ભગવાનને પારણામાં ઝૂલાવી છપ્પનભોગ ધરાવવામાં આવ્યાં હતાં ત્યારે ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે વાતાવરણ ગુંજવી મૂકયું હતું. વિવિધ ઘરોમાં પણ લોકોએ પરિવાર સાથે નંદ ઉત્સવની ઉજવણી કરી હતી.
પાટણમાં નંદોત્સવની કરાઇ ઉજવણી - Nandotsav
પાટણમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કર્યા બાદ બીજા દિવસે વિવિધ મંદિરોમાં નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન કૃષ્ણને પરિણામ ઝૂલાવવામાં આવ્યા હતાં અને ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
પાટણમાં નંદોત્સવની કરાઇ ઉજવણી