ગુજરાત

gujarat

ETV Bharat / state

Diwali 2023: 'હે મા કાલી...' પાટણના કાલિકા માતાના મંદિરે ઉમટ્યાં દર્શનાર્થીઓ, નગરજનોએ કરી મહાકાળી માતાની પૂજા અર્ચના

પાટણના નગર દેવી શ્રીકાલિકા માતાના મંદિરમાં કાળી ચૌદસ નિમિત્તે સમૂહ કાલી પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ કાલી પૂજા કરી હતી. તો બીજી તરફ માતાજીના દર્શન માટે પણ લાંબી લાંબી કતારો જોવા મળી હતી. મંદિરના પુજારી દ્વાર છેલ્લા 14 વર્ષથી કાળી ચૌદસે પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ નગરજનોના આત્માના કલ્યાણ અને નગરમાં કાયમી શાંતિ બની રહે તે માટે નો છે.

પાટણના કાલિકા માતાના મંદિરે સૂમહ પૂજા
પાટણના કાલિકા માતાના મંદિરે સૂમહ પૂજા

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 7:58 AM IST

પાટણના કાલિકા માતાના મંદિરે ઉમટ્યાં દર્શનાર્થીઓ

પાટણ: પાટણના નગર દેવી શ્રી કાલિકા માતાના મંદિરમાં કાલી ચૌદસ નિમિત્તે સમૂહ કાલી પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ કાલી પૂજા કરી હતી. તો બીજી તરફ માતાજીના દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી હતી.

કાલી ચૌદસની વિશેષ પૂજા: પાટણમા વર્ષો પહેલા કિલ્લામાંથી સ્વયં ભૂ પ્રગટ થયેલ મહા કાળી માતાની મૂર્તિને પાટણ ના પ્રતાપી રાજા સિદ્ધરાજ જય સિંહે સ્થાપિત કરી હતી . ત્યાર થી આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.દિવાળીના બીજા સોપાન એવા કાળી ચૌદસ એટલે કે સાધના દિવસ. આ દિવસે સાધકો એકાંત સ્થળે જઈ રાત્રી દરમ્યાન વિવિધ દેવી દેવતાઓની સાધના અને ઉપાસના કરે છે . ત્યારે નગર દેવી શ્રી મહાકાળી મંદિર પરિસર ખાતે સમૂહ કાલી પૂજાનું આયોજન મંદિરના પુજારી દ્વારા કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો અભિષેક , શૃંગાર , પૂજન વિધિ કરવામાં આવી હતી. કાલી પૂજામા સાથે જ કાલિકા પુરાણમા ઉલ્લેખિત ' ક ' અક્ષર થી શરૂ થતા માતાજીના 1008 નામોના ઉચ્ચારણ દ્વારા ભાવિક ભક્તો એ પૂજા કરી હતી.

મોટી સંખ્યામં ભાવિકોએ કર્યા દર્શન: મંદિરના પુજારી દ્વાર છેલ્લા 14 વર્ષ થી કાળી ચૌદસે પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ નગરજનોના આત્માના કલ્યાણ અને નગરમાં કાયમી શાંતિ બની રહે તે માટેનો છે. આ પૂજાનું મહત્વ એ છે કે માતાજીના 1008 નામ જાપ કરવાથી એક હજાર ચંડીપાઠનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે નગરજનોએ પણ મહાકાળી માતાની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં.

  1. Ayodhya Deepotsav 2023: ભગવાન રામની નગરી 24 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી, નવો રેકોર્ડ બન્યો, CM યોગીએ મા સરયૂની આરતી કરી
  2. Diwali 2023: દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપીમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી, ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો

ABOUT THE AUTHOR

...view details